
- 6 વર્ષ પહેલા બનેલો દીનદયાળ હોલને રિનોવેશનની જરૂર કેમ પડી
- ઓડિટોરીયમમાં એકોસ્ટીક પેનલ લગાવાશે
- ફોલ્સ સીલિંગ રીપેરીંગ, સીટચેર અને એકોસ્ટીક ડોર બદલવામાં આવશે
અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાછળ આવેલા મ્યુનિ. સંચાલિત પંડિત દીનદયાલ હોલ અને ઓડિટોરિયમના નિર્માણને માત્ર 6 વર્ષ થયા છે. ત્યારે 6 વર્ષમાં હોલ અને ઓડિટોરિયમને રીનોવેશન કરવાની ફરજ પડી છે. નવા બનેલા બિલ્ડિંગને દસ વર્ષ સુધી કોઈ મેન્ટેનન્સની જરૂર ના હોય પરંતુ આ હોલને 3.30 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં અંગેની દરખાસ્ત મ્યુનિની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ હોલમાં રીપેરિંગ માટે 5 કરોડનો અંદાજ હતો, પરંતુ તેમાં પણ 26 ટકા ઓછા ભાવે કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર થયા છે. આ કામને લીધે વિવાદ ઊબો થયો છે.
એએમસીના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનના કહેવા મુજબ શહેરના બોડકદેવ વોર્ડમાં આવેલા પંડિત દીનદયાલ હોલ અને ઓડિટોરીયમનું રૂ. 3.30 કરોડના ખર્ચે રીનોવેશન કરાવવા અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ઓડિટોરીયમ બહારના એલિવેશનના ભાગમાં જૂનું અને ડેમેજ ASP ક્લેડીંગની જગ્યાએ HM. કલેડિંગ લગાવવામાં આવશે. ઓડિટોરીયમમાં એકોસ્ટીક પેનલ લગાવાશે. ફોલ્સ સીલિંગ રીપેરીંગ, સીટચેર અને એકોસ્ટીક ડોર બદલવામાં આવશે તેમજ સ્ટેટ પરનું ડેમેજ ફ્લોરીંગ બદલવામાં આવશે અને નવા પડદા લગાવાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા VVIP રૂમમાં ફર્નીચર સપ્લાય કરવા, હોલના સતત ઉપયોગના કારણે ફ્લોરીંગ, પ્લમ્બિંગ બદલવા અને પેઈન્ટિંગની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત પંડિત દીનદયાલ હોલની પાછળના ભાગમાં વધુ એક નવી લિફ્ટ નાખવામાં આવશે. જ્યારે પહેલા માળે ડાઈનિંગ હોલના HVS તથા લાઈટિંગ બદલવામાં આવશે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર VIP હોલની લાઈટિંગ અને HVS બદલવામાં આવશે. આ સમગ્ર હોલમાં બદલાવ કરીને નવી વસ્તુઓ નાખીને ફરી રીનોવેશન કરવામાં આવી રહ્યો છે. માત્ર 6 વર્ષમાં ગીન દયાલ હોલ અને ઓડિટોરિયમને મરામરની જરૂર કેમ પડી એનો મ્યુનિના પદાદિકારીએઓ પાસે કોઈ જવાબ નહોતો.