Homeગુજરાતીગુજરાતનવસારી નજીક નેશનલ હાઈવે પર BMW કારમાં લાગી આગ, પ્રવાસીઓનો બચાવ

નવસારી નજીક નેશનલ હાઈવે પર BMW કારમાં લાગી આગ, પ્રવાસીઓનો બચાવ

નવસારી, 16 ઓગસ્ટ, 2026 : BMW car catches fire on National Highway શહેર નજીક દુવાડા અને સુથવાડ ગામ વચ્ચે  નેશનલ હાઈવે પર મુંબઈથી અમદાવાદ તરફ જતી BMW કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં બે મહિલાઓ અને બે બાળકો સહિત કુલ ચાર લોકો સવાર હતા. જોકે, ચાલકે સમયસૂચકતા દાખવી કારને રસ્તાની બાજુએ રોકી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર નવસારી પાસે દુવાડ અને સુથવાડા ગામ વચ્ચે મુંબઈથી અમદાવાદ તરફ જતી BMW કારમાં અચાનક સ્પાર્ક થયા બાદ કારમાંથી ધુમાડો અને આગ દેખાતા ચાલક એકતાબેન મહેતાએ તાત્કાલિક કાર રોકી હતી. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો સાથે તમામ ચાર લોકો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા. અને કારમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટી દ્વારા ગણદેવી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ ગણદેવી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ BMW કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગણદેવીના ઇન્ચાર્જ ફાયર ઓફિસર પિનલ પટેલે જણાવ્યું હતું કે, મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર કારમાં આગ લાગવાની માહિતી હાઈવે ઓથોરિટી તરફથી મળી હતી. ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સ્પાર્ક થયા બાદ અચાનક આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો

Most Popular