સુરત, 17 ઓગસ્ટ, 2026 : A massive fire at a sofa manufacturing factory શહેરના ભેસ્તાન વિસ્તારના એક ઔદ્યોગિક એકમમાં સાફા બનાવવાના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સોફા કારખાનામાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ તાત્કાલિક મોરચો સંભાળી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ભેસ્તાનના મહાવીર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખાતા નંબર 130માં સોફા બનાવતા એક કારખાનામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. કારખાનામાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. સોફાના ઉત્પાદન માટે કારખાનામાં મોટા પ્રમાણમાં રુ, ડનલોપ (ગાદી-ફોમ)નો જથ્થો તેમજ જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ અત્યંત જ્વલનશીલ સામગ્રીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર યુનિટને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ તાત્કાલિક મોરચો સંભાળી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આગની ઘટનામાં કારખાનાની અંદર કાચો માલ, મશીનરી અને તૈયાર સોફા સહિતનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. જેના કારણે કારખાના સંચાલકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે, આગની આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેથી સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

