1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જાફરાબાદના કાકડી મોલી ગામની સીમમાં સિંહણે ખેડુતનો કર્યો શિકાર
જાફરાબાદના કાકડી મોલી ગામની સીમમાં સિંહણે ખેડુતનો કર્યો શિકાર

જાફરાબાદના કાકડી મોલી ગામની સીમમાં સિંહણે ખેડુતનો કર્યો શિકાર

0
Social Share
  • શિકાર બાદ આક્રમક બનેલી સિંહણ મૃત ખેડુતની છાતી પર બેસી ગઈ
  • વન વિભાગે સિંહણને હટાવવા માટે જેસીબી અને ટ્રેકટરનો સહારો લીધે
  • વન વિભાગની ટીમે ટ્રાન્ક્વીલાઈઝર આપીને સિંહણને પાંજરે પૂરી

અમરેલીઃ જિલ્લામાં સિહ અને દીપડાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંહ અને દીપડા દ્વારા હુમલાના બનાવો પણ બની રહ્યા છે. શિકારની શોધમાં હિંસક પ્રાણીઓ ગામડાંઓમાં લટાર મારવા આવી જતાં હોય છે. જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાકડી મોલી ગામ સોમનાથના ગીરગઢડા તાલુકાની સરહદે આવેલું છે, કોકડીમોલી ગામની સીમમાં સાંજના સમયે એક ખેડુત પોતાની વાડીમાં ખેતી કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક આવેલી સિંહણે ખેડુત પર તરાપ મારી હતી. મંગાભાઈ બારૈયા નામના ખેડુતો બચવા માટે સિંહણનો પ્રતિકાર કર્યો હતો. પણ આક્રમક બનેલી સિંહણએ ખેડુત મંગાભાઈનો શિકાર કરીને તેની છાતી પર બેસી ગઈ હતી. ગ્રામજનોએ દોજડી આવીને હાકલાં-પકકારા કર્યા પણ સિંહણ હટવાનું નામ લેતી નહોતી આથી વન વિભાગને જાણ કરતા વન કર્મીઓ દોડી આવ્યા હતા. અને  ખેડૂતના મૃતદેહનો કબજો મેળવવા વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સિંહણ આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો. આથી ખેડૂત મંગાભાઈ બારૈયાએ સિંહણને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સિંહણ એટલી આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં સિંહણે મંગાભાઇનું પેટ ચીરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતાં તેમણે તરત ગ્રામજનો અને વનવિભાગને આ ઘટનાની જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સિંહણ એટલી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઇ હતી અને મૃતદેહ પરથી હટતી નહોતી. જેથી વન વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઇ સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દુર કરી હતી. ત્યારબાદ  શેત્રુંજી ડિવિઝનના DCF જયંત પટેલ અને ACF વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વન વિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી ટ્રાન્ક્વીલાઈઝર આપીને સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી.

આ અંગે DCF જયંત પટેલે જણાવ્યું કે, ગ્રામજનોએ ઘટનાની જાણ કરતાં જ અમારી ટીમ અહીં પહોંચી હતી. આ વિસ્તારમાં અગાઉથી સિંહણની અવરજવર હોવાની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરી હતી. હાલ સિંહણને પકડી લેવામાં આવી છે. અમે આ વિસ્તારમાં અવરનેસ કાર્યક્રમ પણ કરીએ છીએ. લોકોને મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી અંધારામાં બહાર જવાનું ટાળો અને જવું પડે તો સાથે ટોર્ચ અને લાકડી લઇને નીકળો અને જો સિંહ-સિંહણ કે દીપડા જેવાં વન્ય પ્રાણીઓ જોવા મળે તો વનવિભાગને જાણ કરો.

અમરેલી જિલ્લામાં સિંહ દ્વારા હુમલાના બનાવો વધી રહ્યા છે. પંદરેક દિવસ અગાઉ પણ અમરેલીમાં સિંહએ સાત વર્ષના માસૂમનો શિકાર કર્યો હતો. સિંહનો હુમલો એટલો ભયાનક હતો કે માસૂમનું મોઢું અને હાથ-પગના ટુકડા ભેગા કરતાં વનવિભાગ થાક્યું હતું. અમરેલીના પાણિયા ગામમાં સવારે મૂળ મધ્યપ્રદેશના જાબુઆના અને પાણિયામાં રહેતા 7 વર્ષીય રાહુલ બારિયા નામનો માસૂમ અન્ય લોકો સાથે નદીકિનારે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સિંહ ત્યાં આવી ગયો હતો અને આ માસૂમ તેમજ અન્ય લોકો કંઈ સમજે તે પહેલાં સિંહ આ બાળકને પકડીને બાવળની ઝાડીઓ તરફ ઢસડી ગયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code