1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઓસ્ટ્રેલિયન ઓપન: ક્વાર્ટર ફાઈનલમાં ભારતની શટલર આકર્ષી કશ્યપનો પરાજય

નવી દિલ્હીઃ શુક્રવારે બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડમાં હાર સ્વીકારીને ભારતની શટલર આકર્ષી કશ્યપ ચાલુ ઑસ્ટ્રેલિયન ઓપન 2024માંથી બહાર થઈ ગઈ. મહિલા સિંગલ્સમાં કશ્યપને 42 મિનિટની મેચમાં તાઈવાનની શટલર પાઈ યુ-પો સામે 21-17, 21-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. તાઇવાનના શટલરે કશ્યપ પર સીધી બે ગેમમાં પ્રભુત્વ જમાવ્યું હતું. પ્રથમ ગેમમાં પાઈએ ભારતીય શટલર પર 21-17થી જીત […]

ઉત્તરપ્રદેશમાં બકરી ઈદના પર્વ પર રસ્તા ઉપર નમાઝ નહીં પઢી શકાય, CM યોગીએ અધિકારીઓને આપ્યાં આદેશ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા તથા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભક્તો માટેની સુવિધાઓ અંગે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તહેવારોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે, 16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરી ઈદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં […]

અમરેલીના સુરગપરાની સીમમાં બાળકી બોરમાં પડી, બાળકીને બચાવવા રોબટની ટીમ પહોંચી

અમરેલીઃ જિલ્લાના સુરગપરા ગામની સીમમાં આવેલા બોરમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. કલેકટર સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. બાળકીને બચાવવા માટે  રોબોટ અને NDRFની  ટીમ સુરગપરા ગામે પહોંચી ગઈ છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, […]

પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી કરતાં ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા-ધારણા તદ્દન ખોટી : રાજ્યપાલ

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં ઉત્પાદન ઓછું મળે છે એવી  માન્યતા અને ધારણા તદ્દન ખોટી છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો ઉત્પાદન રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં વધુ અને વધુ ગુણવત્તાસભર મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ […]

હુથી આતંકવાદીઓનો ઉપદ્રવ વધ્યો, 24 કલાકમાં 3 જહાજ ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી યમનના હુથી બળવાખોરો જહાજોને નિશાન બનાવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિતના ઘણા દેશોએ ખુલ્લી ચેતવણીઓ આપી છે, પરંતુ હુથિઓ હુમલા અટકાવતા નથી. ફરી એકવાર, આતંકવાદીઓએ બે ક્રુઝ મિસાઇલો વડે એડનની ખાડીમાં એક કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જોકે અમેરિકન […]

અમદાવાદના હેલ્મેટ બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવાચાલક યુવતીનું મોત

અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો હંકારાતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. શહેરના હેલ્મેટ બ્રિજ પર આજે શુક્રવારે સવારે એક્ટિવા પર જતી એક યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બ્રિજ પર એક્ટિવા પર સવાર થૂને યુવતી જઈ રહી હતી ત્યારે વાહનચાલક ટક્કર મારીને વાહન સાથે નાસી ગયો હતો. યુવતીને મોઢાના […]

ઉજ્જૈનમાં ICC T20 વિશ્વકપની ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટા રેકેટનો પર્દાફાશ

ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન પોલીસે શહેરના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને કરોડોના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા જે સવાર સુધી ચાલુ રહ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસપી પ્રદીપ શર્માની આગેવાનીમાં બે પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન એટલી રોકડ […]

કચ્છના બન્ની વિસ્તારમાં ગોરેવાલી ગામે ગોદામમાં આગ લાગતા લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાક

ભુજઃ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામમાં વન વિભાગ હસ્તકના ઘાસના ગોદામમાં એકાએક ભીષણ આગ ફાટી નિકળી હતી. મધરાતે લાગેલી આગ બીજા દિવસે બપોર સુધી કાબુમાં આવી નહતી. આગમાં એક લાખ કિલો ઘાસ બળીને ખાક થયુ હતું. ભૂજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામ નજીક ભીષણ આગ લાહી હતી. ધોરડોથી 6 કિલોમીટર દૂર સફેદ રણ […]

પાકિસ્તાનમાં વધુ એક ન્યાયમૂર્તિએ ISI સામે કર્યાં ગંભીર આક્ષેપ, જજ અને તેમના પરિવારને પરેશાન કરાતો હોવાનો આરોપ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં સરકાર ઉપર આર્મીનું પ્રભુત્વ હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં અગાઉ કેટલાક ન્યાયમૂર્તિઓએ આઈએસઆઈ અને તેમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે ઉચ્ચ અધિકારીને પત્ર લખ્યો હતો. જો કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન વધુ એક ન્યાયમૂર્તિએ આઈએસએસ સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ […]

તિર્થધામ હાફેશ્વર નજીક નર્મદા નદીમાં નહાવા પડેલા યુવાનને મગર ખેંચી જતાં મોત,

છોટા ઉદેપુરઃ  જિલ્લાના તીર્થધામ હાફેશ્વર નજીક નર્મદા નદીમાં નાહવા પડેલા એક યુવાનને મગરોએ ખેંચી લઈને ઊંડા પાણીમાં લઈ જતાં તેનું મોત નિપજ્યું છે. નદીકાંઠે ઊભેલા લોકોએ બુમાબુમ કરીને યુવાને બચાવવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી. અને યુવકની લાશ વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે બહાર કાઢી હતી. આ બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code