1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી

મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ ઊંંચાઈએ પહોંચ્યા છેશેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. BSE સેન્સેક્સ 307.22 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 74,555.44 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 64.65 પોઈન્ટ અથવા […]

લીંબુના પાકનું ઉત્પાદન ઘટતા અને બીજીબાજુ માગમાં વધારો થતાં ભાવ કિલોએ 200 પહોંચ્યા

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં અનેક લીંબુવાડીઓ આવેલી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી લીંબુનું ઉત્પાદન ઘટી રહ્યું છે. પ્રતિકૂળ વાતાવરણ અને સિંચાઈની પુરતી સુવિધા ન હોવાને કારણે લીંબુના ઉત્પાદનને ફટકો પડ્યો છે. દરમિયાન ભાવગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટ યાર્ડમાં લીબુની આવક ઘટતા અને બીજીબાજુ માગમાં વધારો થતાં લીંબુના ભાવ કિલોના 200એ પહોંચ્યા છે. અને આગામી દિવસોમાં ગરમી પડશે […]

નર્મદાની નાની પરિક્રમાનો આજથી પ્રારંભ, મહિનો ચાલનારી પરિક્રમા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ

ભરૂચઃ  ચૈત્ર મહિનાનો તા. 9મી એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે એટલે કે પ્રથમ દિવસથી નર્મદાની નાની પરિક્રમાનો પ્રારંભ થાય છે. આજે 8મી એપ્રિલથી શ્રદ્ધાળુઓ રામપુરા ગામના નર્મદા નદીના પટમાં ઉમટી પડશે. અને યાત્રાનો શુભારંભ કરશે. માં નર્મદાના નાની પરિક્રમા રૂટ પર આજે 8મી એપ્રિલથી 8મી મે, 2024 સુધી એક મહિનો યાત્રા ચાલશે. […]

વડોદરાના કરજણ નજીક કપાસ ભરેલો ટ્રક સળગીને ખાક થયો, ડ્રાઈવર-ક્લીનરનો બચાવ

વડોદરાઃ જિલ્લાના કરજણ નજીક સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા આઇસર ટ્રકમાં એકાએક આગ લાગતાં સમયસુચકતા દાખવીને ડ્રાઈવર અને ક્લીનર તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં કપાસ અને આઇસર ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. ખેડૂતનો […]

ગાંધીનગરના કોબાથી એપોલો જતાં હાઈવે પર ટ્રેકટરની ટ્રોલી પાછળ કાર અથડાતા એકનું મોત

ગાંધીનગરઃ જિલ્લામાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવ કોબાથી એપોલો જતાં હાઈવે પર સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે આવેલી કાર ટ્રેકટરની ટ્રોલી પાછળ અથડાતા ટ્રેકટરચાલક ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ […]

ધંધુકામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડતનો નિર્ધાર કરાયો

ધંધુકાઃ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ઉચ્ચારણોથી ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ યથાવત છે. રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. સંમેલનમાં ક્ષત્રિય સમાજના 17 જેટલા વક્તાઓ દ્વારા આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી. અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડત આપવાનો […]

સજ્જન શક્તિનું નેટવર્ક ઊભુ થાય એવા વિશેષ પ્રયોગો કરવા જોઈએઃ મોહનજી ભાગવત

વડોદરાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતની ઉપસ્થિતિમાં દિનાંક 6 – 7 એપ્રિલ 2024ના પ્રવાસમાં “શ્રી રેવા સેવા સમન્વય સમિતિ – ભરુચ” અને “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, વડોદરા” દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ હતી. આ પ્રસંગે મોહનજી ભાગવતે આહવાહન કર્યું કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક […]

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેવી વધી, સ્નેક વેનમ કેસમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ખતમ થવાની નામ નથી લઈ રહી. 50,000 રૂપિયાના બેલ બોન્ડ પર જેલમાંથી છૂટ્યા પછી પણ એલ્વિશ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સ્નેક વેનમ કેસમાં એક વ્યક્તિને જામીન મળી છે. રેવ પાર્ટી અને સાપના ઝેર સપ્લાય કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. નોઈડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 8 બીજા આરોપીઓ […]

DNA કેવી રીતે ઉજાગર કરે છે પેઢીઓનું રહસ્ય, જાણો તેની પાછળનું વિજ્ઞાન

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ એ શરીરમાં હાજર એક અણુ છે. તે ચાર બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. આને એડેનાઇન, સાયટોસિન, ગુઆનાઇન અને થાઇમીન કહેવામાં આવે છે. • ડીએનએ પરીક્ષણ કેવી રીતે થાય છે? વ્યક્તિના મોંની લાળ, દાંત, માથાના વાળ, હાડકાં, નખ અને પેશાબ દ્વારા પણ ડીએનએ ટેસ્ટ કરી શકો છો. પરીક્ષણ કરવા માટે, પ્રથમ […]

મહેસાણામાં મતદાન જાગૃતિ માટે દિવ્યાંગોની વ્હીલચેર રેલીમાં શહેરના નાગરિકો પણ જોડાયા

મહેસાણાઃ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભારતીય ચૂંટણીપંચના “સમાવેશી ચૂંટણી” ના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખી પહેલ કરી છે. મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથક સ્થળો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી સિધ્ધી જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code