1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 7 ઉમેદવારોનાં નામ જાહેર,બે MLA પણ ટિકિટ મળી

અમદાવાદઃ  કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે.  કોંગ્રેસે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ આપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 43 ઉમેદવારોની […]

લોકસભા ચૂંટણીઃ ભારતીય ટીમના ખેલાડી રવિ બિશ્નોઈને ચૂંટણી પંચે સોંપી મહત્વની જવાબદારી

જોધપુર જિલ્લાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયાં જોધપુરના મતદારોમાં જાગૃતિ ફેલાવશે રવિ બિશ્નોઈ જોધપુર જિલ્લાના રહેવાસી છે જયપુરઃ રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન ભારતીય ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા આદેશ આપવામાં આવ્યાં છે. દરમિયાન ભારતીય ટીમના ક્રિકેટર રવિ બિશ્નોઈને પણ લોકસભા ચૂંટણીને લઈને […]

ભાજપમાં સીએમ બદલવાનો સિલસિલો, ત્રિવેન્દ્રસિંહથી લઈ ખટ્ટર સુધી 6ને બદલ્યા

નવી દિલ્હી: ભારતીચ જનતા પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી બદલ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને તેમના સ્થાને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય ફાયદો પ્રાપ્ત કરવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા પણ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો પણ મળ્યો […]

હરિયાણામાં ગુજરાતની તર્જ પર બિછાવવામાં આવી છે રાજકીય શતરંજ, ભાજપને શું થશે મોટો ફાયદો?

નવી દિલ્હી: હરિયાણામાં મોટી રાજકીય સર્જરી કરવામાં આવી છે. આ પોલિટિલ સર્જરી ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોએ કરી છે અને તેનાથી ઘણાં રાજકીય નિશાન સાધ્યા છે. નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવીને પછાત વર્ગોને સાધવાની કોશિશ કરી છે. જેનાથી હરિયાણામાં રાજકીય સમીકરણો એકદમ બદલાય ગયા છે. તેના પછી ત્યાં મુકાબલો જાટ વર્સિસ જાટનો થઈ જશે. ગુજરાતની તર્જ પર […]

ગુજરાતઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જો કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર-પ્રસાર કરશે. તેમણે કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડનો જે પણ નિર્ણય હશે તે સ્વિકારવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું […]

ખટ્ટરના નિકટવર્તી નાયબસિંહ સૈની બનશે હરિયાણાના નવા સીએમ, જાણો તેમની રાજકીય સફર

ચંદીગઢ: નાયબસિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. નાયબ સૈની 25 જાન્યુઆરી, 1970ના રોજ અંબાલાના ગામ મિર્જાપુર માજરામાં સૈની પરિવારમાં થયો હતો. તેઓ બીએ અને એલએલબી છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમણે સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ 2002માં યુવા મોરચા ભાજપ અંબાલાથી જિલ્લા મંત્રી બન્યા હતા. […]

બાપુનો સાબરમતી આશ્રમ દેશનો જ નહીં માનવતાનો વારસો છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું આજે લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદય કુંજની મુલાકાત લીધી. તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે સંબોધના કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે […]

ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલુ, તમિલનાડુના રાજ્યપાલે જાણો શા માટે ઉચ્ચારી આ વાત?

ચેન્નઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ કહ્યુ છે કે ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કેટલાક લોકો તો ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કરે છે. રાજ્યપાલના આ નિવેદનને ડીએમકેના નેતા એ. રાજાના એ નિવેદનનો જવાબ માનવામાં આવે છે, જેમાં એ. રાજાએ ભારતને એક દેશ માનવાથી જ ઈન્કાર કર્યો હતો […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code