Homeગુજરાતીદેશ-વિદેશCBIએ 16 દેશોના 24 અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરોધી કેસોની તપાસ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિમાં...

CBIએ 16 દેશોના 24 અધિકારીઓને ભ્રષ્ટાચાર વિરોધી કેસોની તપાસ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિમાં તાલીમ આપી

વિદેશ મંત્રાલયના ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (ITEC) પ્રોગ્રામ હેઠળ 4 નવેમ્બરથી 10 નવેમ્બર 2026 દરમિયાન સીબીઆઈ (CBI) એકેડેમી, ગાઝિયાબાદ ખાતે “ભ્રષ્ટાચાર વિરોધી કેસોની તપાસ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિ” વિષય પર એક સપ્તાહનો કોર્સ યોજવામાં આવ્યો હતો. આ કોર્સ 10.11.2026 ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમાપન સમારોહની અધ્યક્ષતા સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર શ્રી એન વેણુ ગોપાલ દ્વારા કરવામાં આવી હતી.

આ કોર્સમાં 16 દેશોના 24 અધિકારીઓએ ભાગ લીધો હતો, જેમાં બોટ્સવાનાના ત્રણ અધિકારીઓ, લેબેનાન, માલી, મોરિશિયસ, નાઇજીરિયા, ટાન્ઝાનિયા અને ઝિમ્બાબ્વેના બબે અધિકારીઓ તથા ઇથોપિયા, ઘાના, ઇરાક, મેડાાગાસ્કર, માલદીવ્સ, મ્યાનમાર, નામીબિયા, પનામા અને પરાગ્વેના એક-એક અધિકારીનો સમાવેશ થાય છે. આ જૂથમાં કાયદા અમલીકરણ અને તપાસ ક્ષેત્રના 11 મહિલા અધિકારીઓ અને 13 પુરુષ અધિકારીઓ શામેલ હતા.

કોર્સ દરમિયાન, ભ્રષ્ટાચાર સામેના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (યુએન કન્વેન્શન) અને ભારતીય કાયદા હેઠળના ભ્રષ્ટાચાર વિરોધી કાનૂની માળખા, ડિજિટલ પુરાવાઓની ઓળખ અને સંગ્રહ, તપાસમાં ક્રિપ્ટો કરન્સી રોકાણની શોધ, સંપત્તિ ટ્રેસિંગ અને મની ટ્રેઇલ ઓળખ, બેનામી અને શેલ નેટવર્ક સંપત્તિઓનો પર્દાફાશ, લિટીગેશન સપોર્ટ અને એવિડેન્શિયરી બેકિંગ (પુરાવાત્મક સમર્થન), અપરાધની આવકની પુનઃપ્રાપ્તિ, સિવિલ અને ક્રિમિનલ એસેટ ફોરફિચર (સંપત્તિ જપ્તી) વગેરે સહિત કોર્સની થીમ સંબંધિત તમામ સંબંધિત વિષયો આવરી લેવામાં આવ્યા હતા. સહભાગીઓએ સીબીઆઈ મુખ્યાલય ખાતે આવેલી નેટવર્ક ફોર એવિડન્સ ટ્રેસિંગ, રિસર્ચ એન્ડ એનાલિસિસ (NETRA) લેબ અને ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

કોર્સ દરમિયાન, એક શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહભાગીઓએ દિલ્હીમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લીધી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img