1. Home
  2. ગુજરાતી
  3. દેશના 10થી વધુ રાજ્યોમાં આજે વરસાદની શક્યતાઓ -ઉત્તરભારતમાં વધશે ઠંડીનો પારો
દેશના 10થી વધુ રાજ્યોમાં આજે વરસાદની શક્યતાઓ -ઉત્તરભારતમાં વધશે ઠંડીનો પારો

દેશના 10થી વધુ રાજ્યોમાં આજે વરસાદની શક્યતાઓ -ઉત્તરભારતમાં વધશે ઠંડીનો પારો

0
Social Share
  • દેશના ઘણા રાજ્યોમાં આજે વરસાદની સંભાવના
  • ઉત્તરભારતમાં ઠંડીનો પારો વધશે

દિલ્હીઃ- હાલ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે ત્યારે દેશના ઘણા રાજ્યો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છએ જો કે શષિયાળઆની ઠંડીમાં પણ કેટલાકા રાજ્યોમાં વાદળછઆયુ વાતાવરણ જોવા મળ્યું છે.કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ડિસેમ્બર મહિનો બેવડી સિઝનનો અનભવ કરાવશે, ક્યાક થરથરતી ઠંડી હશે તો ક્યાક વરસાદી ઝાપટા વરસતા જોવા ણળષે.ખાસ કરીને 15 ડજિસેમ્બરના રોજથી વાતાવરણમાં વધુ પલટો આવવાની શક્યતાો છે.

આ અસર ઉત્તર ભારતના મેદાની પહાડોમાં થયેલી હિમવર્ષાની છે.હિમવર્ષા વધતાની સાથે જ  પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડમાં ઠંડીએ માજા મૂકી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ પારો નીચે ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધુ વધારો થશે.

પશ્ચિમી પવનોને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધવા લાગ્યું છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની પણ સંભઆવનાઓ છે. પહાડી રાજ્યોમાંથી આવતા પવનને કારણે દિવસે પણ ઠંડી વધી રહી છે.

આંઘ્રપ્રદેશમાં વરસાદની સંભાવનાઓ

રાજ્ય સરકારના અહેવાલો અનુસાર, SPSR નેલ્લોર અને તિરુપતિ જિલ્લાઓને નાની નદીઓ કંડલેરુ, માનેરુ અને સ્વર્ણમુખી માં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે એલર્ટ જારી કરાયું છે

આઘ્રપ્રદેશમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને કારણે 4,647.4 હેક્ટરમાં ફેલાયેલા કૃષિ પાકો અને 532.68 હેક્ટર બાગાયતનો નાશ થયો છે, જ્યારે 170 મકાનોને નુકસાન થયું છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે 4 જિલ્લામાં SDRF અને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ રાજ્યોમાં પણ વરસાદની શક્યતાઓ

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ કર્ણાટક અને ઉત્તર આંતરિક તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. કર્ણાટક, કેરળ અને બાકીના લક્ષદ્વીપમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેલંગાણામાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ અને મધ્યમ વરસાદ પડી શકે છે.

તો બીજી તરફ દક્ષિણ ઓડિશા, વિદર્ભ, મરાઠવાડા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

વાતાવરણમાં પલટો શા માટે?

હવામાન વિભાગની માહિતી પ્રમાણે પહાડો પર નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડા પવનો દિલ્હી સુધી પહોંચી શકતા નથી. આ કારણે ગરમીમાં વધારો થયો છે. પરંતુ હવામાનશાસ્ત્રીઓના મતે મંગળવારથી ફરી તાપમાનમાં ઘટાડો થશે અને 13 ડિસેમ્બર સુધી મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની ધારણા છે.અને વરસાદ પણ પડી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code