1. Home
  2. revoinews
  3. ચીયર્સ! ગિફ્ટ સિટીમાં વિદેશી નાગરિકો, પરપ્રાંતિયો માટે દારુ મેળવવામાં સરળતા કરવામાં આવી
ચીયર્સ! ગિફ્ટ સિટીમાં વિદેશી નાગરિકો, પરપ્રાંતિયો માટે દારુ મેળવવામાં સરળતા કરવામાં આવી

ચીયર્સ! ગિફ્ટ સિટીમાં વિદેશી નાગરિકો, પરપ્રાંતિયો માટે દારુ મેળવવામાં સરળતા કરવામાં આવી

0
Social Share

ગાંધીનગર, 23 ડિસેમ્બર, 2025ઃ Liquor made easier for foreign nationals 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતમાં વસતા, મુલાકાતે આવતા વિદેશી નાગરિકો તેમજ અન્ય રાજ્યના નાગરિકો ખુશીથી “ઝૂમી” ઊઠે એવો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીના ચોક્કસ નિર્ધારિત ક્ષેત્રમાં અત્યાર સુધી વિદેશીઓ તેમજ પરપ્રાંતિય લોકોને દારૂ મેળવવા અને પીવા માટે જે ફરજિયાત કાર્યવાહી કરવી પડતી હતી તેમાં હવે છૂટ આપવામાં આવી છે.

છૂટછાટમાં ફેરફાર અંગે શું જાહેરાત કરવામાં આવી?

આ અંગે મળતી સત્તાવાર માહિતી અનુસાર, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (Gift City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીના હબ તરીકે ઉભરી રહ્યું છે. અહીં ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગિફટ સિટી ખાતે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ તથા આર્થિક પ્રવૃતિઓમાં વધારો થાય તે હેતુથી ગિફટ સીટી વિસ્તારમાં આપયેલી *વાઈન એન્ડ ડાઈન” ફેસિલિટીમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

“વાઇન ઍન્ડ ડાઇન ફેસિલીટી” અંતર્ગત ગિફટ સિટીમાં રહેલા ઔદ્યોગિક એકમોની મુલાકાત અર્થે બહારથી આવતા વિઝીટરોને સરળતાથી ટેમ્પરરી પરમીટ મળે રહે તે હેતુ ફેરફાર કરવામાં આવ્યો છે. આ હેતુથી ગિફ્ટ સિટીમાં ઓદ્યોગિક હેતુથી આવતા વીઝીટર્સ વાઈન ઍન્ડ ડાઇન તેમજ હોટલ/રેસ્ટોરન્ટના અન્ય કોઇ પણ પ્રિમાઇસીસ જેમ કે રેસ્ટોરેન્ટ, લોન એરીયા, પુલ સાઇડ, ટેરેસ વગેરેમાં ઉપયોગ કરી શકશે. ગિફ્ટ સિટીમાં મુલાકાત અર્થે આવતા અન્ય દેશના કે રાજ્યના મુલાકાતીઓ સરળતાથી વાઇન ઍન્ડ ડાઇન ફેસિલિટીનો ઉપયોગ કરી શકે તે માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હેતુસર ફેરફાર કરવામાં આવ્યો છે.

ગિફ્ટ સિટીમાં યોજાતા આંતરાષ્ટ્રીય/રાષ્ટ્રીય લેવલના કોન્વેશન, કોન્ફરન્સ, બિઝનેસ મિટીંગો જેવી ઇવેન્ટ અંતર્ગત ગૃપ પરમીટ સરળતાથી ઇસ્યુ કરી શકાય તે હેતુથી ઓથોરાઇઝડ ઓફિસર(ગિફ્ટ એમ.ડી.)ને ઇસ્યુ કરવાની સત્તા આપવામાં આવી છે. લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ હોલ્ડર/એક્સટર્નલ પર્સનની મિનિમમ ઉંમર ૨૧ વર્ષ રાખવામાં આવી છે.

ગુજરાતના પ્રવર્તમાન કાયદા કે નશાબંધી નીતિમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગિફ્ટ સિટીના વાઇન અને ડાઇન પોલીસીમાં ફક્ત ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી/કર્મચારી તેમજ ઓદ્યોગિક હેતુસર ગિફ્ટ સિટીમાં વીઝીટ કરતા અન્ય દેશના તથા અન્ય રાજ્યોના મુલાકાતીઓ સરળતાથી વાઇન અને ડાઇન ફેસીલીટીનો ઉપયોગ કરી શકે તે માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે વાઇન અને ડાઇન પૉલિસીમાં આ ફેરફાર કરવામા આવ્યો છે. આ ફેરફાર ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ પડતો નથી.

આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ -૨૦૨૬ માટે આવેદન કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code