Site icon Revoi.in

છત્તીસગઢઃ સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે. રાજ્યના બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગઈકાલે બપોરે અબુઝહમાડ વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું.

એન્કાઉન્ટર સ્થળેથી 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા કર્મચારીઓએ AK-47 અને ઓટોમેટિક રાઈફલ્સ સહિત મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. એન્કાઉન્ટર સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોનું સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.