1. Home
  2. ગુજરાતી
  3. ચીન: વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જાણકારી મેળવવાનું વલણ 90 ટકા વધ્યું
ચીન: વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જાણકારી મેળવવાનું વલણ 90 ટકા વધ્યું

ચીન: વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જાણકારી મેળવવાનું વલણ 90 ટકા વધ્યું

0
Social Share

નવી દિલ્હીઃ ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. બીજી તરફ સરકારને ઝીરો કોવિડ પોલિસીને પગલે અનેક નગરોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લોકડાઉનને પગલે લોકોમાં રોષ ફેલાયો છે તેમજ સરકાર સામે દેખાવો કરવા માટે રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. પાટનગર બેઈજીંગ સહિત 15 શહેરોમાં લોકો દેખાવ-પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ચાઈનામાં કોવિડના નવા 40 હજાર પોઝિટિવ કેસ નોંધાયાં હતા. બીજી તરફ ચીનમાં ઓક્સિજન મશીન અને વેન્ટીલેટેરની માંગમાં વધારો થયો છે અને લોકો તેની ખરીદી માટે દોડધામ કરી રહ્યાં છે. ચીનમાં લોકોના રોષને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને વિરોધ દેખાવોને ડામવા માટે કવાયત શરૂ કરી છે, એટલું જ નહીં વિરોધ-દેખાવોની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાંથી હટાવી લેવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ચીનની રાજધાની બેઈજિંગ સહિત લગભગ 15 શહેરોમાં લોકોએ જિનપિંગની ઝીરો કોવિડ પોલિસીના વિરોધમાં દેખાવો કર્યા હતા. સોશિયલ મીડિયામાં પણ આક્રોશ વધતા સરકારે કેટલીય પોસ્ટ ડિલિટ કરી દીધી હતી. સંખ્યાબંધ લોકો વિરોધ પ્રદર્શનો કરતા હોવાની તસવીરો ટ્વિટરમાં શેર થઈ હતી. વિરોધ પ્રદર્શનનું કવરેજ કરનારા પત્રકારની ધરપકડ થઈ હતી. એ મુદ્દે સ્પષ્ટતા કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી. ચીનની સરકારે 40 હજાર કેસનો ઉલ્લેખ કરીને ઝીરો કોવિડ પોલિસીનો બચાવ કર્યો હતો.

દરમિયાન જો ચીનમાંથી ઝીરો કોવિડ પોલિસી હેઠળ લાગેલા નિયંત્રણો હટાવી લેવામાં આવે તો આજની તારીખે ચીનના 1.20 કરોડ ઘરોમાં ઓક્સિજન મશીન અને વેન્ટિલેટરની જરૂર પડે તેમ છે. ચીનના સેંકડો નાગરિકો રાતોરાત ઓક્સિજન મશીન અને વેન્ટિલેટર ખરીદવાની દોડધામ કરી રહ્યાં છે. ચીનમાં અચાનક કોરોનાના કેસ વધતા નાગરિકોમાં ચિંતા વધી છે. ચીનમાં વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જાણકારી મેળવવાનું વલણ 90 ટકા વધ્યું છે. લોકો ઓનલાઈન પણ તેની વિગતો સર્ચ કરતા થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code