નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે વણસ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થયેલી છે. બલુચિસ્તાનના નેતાઓએ પાકિસ્તાન સામે આંદોલન વધારે વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન બલુચિસ્તાનના નેતા મીર યાર બલૂચએ ભારતને સમર્થન જાહેર કર્યું છે. મીર યાર બલૂચએ ભારતના વિદેશ મંત્રીને પત્ર લખીને પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરિક માહિતી આપી છે. એટલું જ નહીં તેમણે પત્રમાં પાકિસ્તાન અને ચીનના પ્લાનનો પણ ખુલાસો કર્યો છે.
મીર યાર બલૂચએ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરને પત્ર લખીને દાવો કર્યો છે કે, ચીન આગામી સમયમાં પાકિસ્તાનમાં પોતાની સેના તૈનાત કરી શકે છે. બલૂચ નેતાએ ઈસ્લામાબાદ અને બીજીંગ વચ્ચે ચાલી રહેલી ભાગીદારીને ભારત માટે ખતરનામ ગણાવી છે. બલૂચ નેતાએ આ પત્ર સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો છે.
બલૂચ નેતાએ પત્રમાં લખ્યું છે કે, બલૂચિસ્તાનના લોકો 79 વર્ષથી આતંકવાદ અને માનવાધિકાર ઉલ્લંઘનનો સામનો કરી રહ્યાં છે. હવે સમય આવી ગયો છે આ ગંભીર સમસ્યાનો અંત આવવો જોઈએ. જેથી સ્થાનિકોને સ્થાયી શાંતિ અને સંપ્રભુતા સુનિશ્ચિત કરી શકાય.
તેમણે વધુમાં કહ્યું કે, બલુચિસ્તાન ગણરાજ્ય પાકિસ્તાન અને ચીનની વચ્ચે વધતા રાજકીય ગઢબંધનને ખુબ ખતરનાક માને છે. અમે ચેતવણી આપી છે કે, પાકિસ્તાનના સહયોગથી ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ને અંતિમ તબક્કામાં પહોંચી દીધું છે. જ્યાં સુધી બલૂચ પ્રતિરોધ અને રક્ષા દળોને બજબુત નહીં કરવામાં અને બલૂચ લોકોને ગંભીરતાથી લેવામાં નહીં આવે, આગામી સમયમાં આ વિસ્તારમાં પાકિસ્તાની સેના આ વિસ્તારમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટક સરકારે કરેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો


