1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ડ્રાઈવરને ખેંચ આવતા સિટી બસ હોટલમાં ઘૂંસી ગઈ, ચાર મુસાફરોને ઈજા
સુરતમાં ડ્રાઈવરને ખેંચ આવતા સિટી બસ હોટલમાં ઘૂંસી ગઈ, ચાર મુસાફરોને ઈજા

સુરતમાં ડ્રાઈવરને ખેંચ આવતા સિટી બસ હોટલમાં ઘૂંસી ગઈ, ચાર મુસાફરોને ઈજા

0
Social Share

સુરતઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે શહેરની સિટીબસે અકસ્માત સર્જ્યો હતો. સિટીબસના ડ્રાઈવરને ચાલુ બસે ખેચ આવતા તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ એક હોટલમાં ઘુંસી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહતી. ચાર જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં સિટી બસચાલકને ખેંચ આવતા ભરચક વિસ્તારની એક હોટલમાં બસ ઘૂસી ગઈ હતી. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સિટી બસ હોટલમાં ધડાકાભેર ઘુસાડી હતી. જેમાં બસમાં સવાર ચાર મુસાફરોને ઈજાઓ થઈ હતી.  શહેરમાં સિટી બસના અકસ્માતો હવે સામાન્ય બની ગયા છે.

પાલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના લાલ દરવાજા વિસ્તારમા સિટી બસે વિચિત્ર ઢબે અકસ્માત સર્જયો હતો. આજે સવારે દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં 126 નંબરની સિટી બસ બ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા સિટી બસના ચાલકને અચાનક ખેંચ આવી હતી. આ દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. બસે પહેલા વેગનઆર કારને ટક્કર મારી હતી. ત્યાર બાદ બે બાઈકને અડફેટે લઈને સીધી હોટલમાં ધૂસી હતી.  બસની ટક્કરથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બસમા ચાર મુસાફરો સવાર હતા, જેઓ આગળના ભાગમાં બેસ્યા હતા. જેઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો તથા ડ્રાઈવરને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code