Site icon Revoi.in

CM કેજરિવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન ના મળ્યાં

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સીએમ કેજરિવાલના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરિવાલના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે, અમે કોઈને વચગાળાના જામીન આપી શકીએ નહીં.

સુત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલએ દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા તેમની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે સીબીઆઈને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. દારૂ નીતિ કેસમાં જ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તાજેતરમાં લગભગ 17 મહિના પછી જામીન મળી ગયા છે.

સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં ત્રણ વખત વચગાળાના જામીન મળ્યા છે. તેમને 10 મે અને 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. તેમણે મની લોન્ડરિંગ કેસમાં 20 જૂને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિંઘવીએ કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. તેમણે એવી દલીલ પણ કરી હતી કે જ્યારે કોઈ કડક શરતો ન હોય ત્યારે સીબીઆઈના કેસમાં જામીન કેવી રીતે નકારી શકાય.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, સીબીઆઈએ ઈડી કેસમાં વચગાળાના જામીન પહેલા કેજરીવાલની ધરપકડ કરી હતી, તેથી તેઓ હજુ પણ જેલમાં છે. તેમને માત્ર વચગાળાના જામીન જોઈએ છે. તેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારના વચગાળાના જામીન નથી આપી રહ્યા. સિંઘવીએ કોર્ટને વિનંતી કરી હતી કે, કેજરીવાલ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ. આ રીતે, સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ લિસ્ટ કરી છે.

#KejriwalVsSC, #NoReliefForKejriwal, #SupremeCourtRejectsBail, #KejriwalBailDenied, #CMKejriwal, #SCDecisionOnKejriwal, #KejriwalCase, #NoInterimBailForKejriwal, #SupremeCourtVerdict

Exit mobile version