1. Home
  2. revoinews
  3. કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનના શંખનાદનો રવિવારે 14 દિવસ
કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનના શંખનાદનો રવિવારે 14 દિવસ

કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનના શંખનાદનો રવિવારે 14 દિવસ

0
Social Share

અમદાવાદ, 3 ડિસેમ્બર, 2026 – Congress’ ‘Jan Aakrosh Yatra’ કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના વિપક્ષ દ્વારા લોકસંપર્ક કરીને તેમના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં અને વાચા આપવામાં આવી રહી છે.

આવતીકાલે અર્થાત રવિવારે આ યાત્રાનો 14 દિવસ છે. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર 14મા દિવસે આ જનઆક્રોશ યાત્રા સવારે નવ (9) વાગ્યે સંતરામપુરથી શરૂ થશે અને દિવસ દરમિયાન કુલ 142 કિ.મી.નું અંતર કાપીને સાંજે છ (6) વાગ્યે લીમખેડા પહોંચશે જ્યાં પક્ષના નેતાઓ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.

Congress' 'Jan Aakrosh Yatra'

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાત સહપ્રભારી રામકિશન ઓઝા તથા વરિષ્ઠ આગેવાનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાના પ્રશ્નો-તકલીફ-દર્દ-પીડા અને આક્રોશને વાચા આપવા ‘જન આક્રોશ યાત્રા’-પરિવર્તનનો શંખનાદ સંદર્ભે રવિવારે 14મો દિવસની શરૂઆત થશે. બીજા ચરણમાં તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ શનિવારથી તા. ૬ જાન્યુઆરી, ૨૦૨૬ મંગળવાર સુધીમાં ૧૪૦૦ કિ.મી.ના ભ્રમણમાં સમગ્ર મધ્ય ગુજરાતની જનતાના આક્રોશને વાચા આપવામાં આવશે.

આ પણ વાંચોઃ બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code