Homeગુજરાતીઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચન શક્તિ બને છે મજબૂત અને ગરમીમાં થાય...

ઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચન શક્તિ બને છે મજબૂત અને ગરમીમાં થાય છે રાહત

  • ગરમીમાં દહીંનું સેવન ફાયદા કારક
  • દહીંથી પ્રાચન શક્તિ મજબૂત બને છે

દહીં – આપણે જાણીએ છીએ કે દહીંને માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી પ્રાચીન કાળથી ગણવામાં આવે છે, એમાં પણ જો ભરઉનાળે દહીંનુ સેવન કરવામાં આવે તો લૂ લાગતી નથી, તો તેની સાથે જ દિવસ દરમિયાન લાગેલી ગરમીમાં શરીરની અંદર રાહત થાય છે, આ સાથે જ ઉનાળાની ગરમીમાં ભોજનમાંથી રુચી ઓછી થાય છે ત્યારે એક બાઉલ દહીંને ભોજનમાં સામેલ કરી લેવું જોઈએ, ઉલ્લેખનીય છે કે,દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ સમાયેલું હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીથી રાહત આપે છે.

દહીં ખાવાના ફાયદા

  • એક વાટકી દહીમાં ઘણા પ્રકારના મિનરલ્સ સમાયેલા હોય છે જે શરીર માટે ફાયદા કારક છે
  • .ઉનાળાના સમયે બપોરના ભોજનમાં દહીં ખાવાથી ગરમીમાં રાહત પણ મળે છે
  • દહીં ખાવાથી પેટની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે
  • દરરોજ દહીંનું સેવન કરવાથી શરીરમાં પ્રોબાયોટીકની માત્રામા્ં વધારો પણ થાય છે. જે આંતરડાને સુરક્ષિત રાખવામાં મદદરુપ થાય છે
  • દહીંના સેવનથી ગરમીમાં થતી બીમારી , ઝાડા આ પેટનો દૂખાવો વગેરેમાં રાહત થાય છે
  • વેઈટ લોસ કરવા ઈચ્છતા હોવ  તો દહીં ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. દહીં માં કેલ્શિયમ ની વધારે માત્રા હોય છે. જો દહીં નિયમથી ખાવામાં આવે તો વજન પણ કંટ્રોલમાં રહે છે.
  • દહીં ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ બરાબર રહે છે. દહીંમાં હાજ઼ર રહેલા બેકટેરિયા બીમારીથી લડવા માટે મદદ કરે છે.
  • મોં વારંવાર આવતું હોય અથવા તો માં માં છાલા પડતા હોય તે લોકો માટે દહીંનું સેવન ઉત્તમ ગણાય છે, જેનાથી મોઢામાં ઠંડક મળે છે અને મોની ગરમી  સોસી લે છે
  • આ સાથે જ ભર ઉનાળે બપોરના તાપમાં દહીંમાં ખાંડ અથવા તો સાકર નાખીને ખાવાથી પેટમાં ઠંડક પ્રાત્પ થાય છે.

સાહિન-

 

સંબંધિત લેખો

Most Popular