Homeગુજરાતીસ્કેટિંગ કરતા 4 વર્ષના બાળકનો શાનદાર વીડિયો વાયરલ

સ્કેટિંગ કરતા 4 વર્ષના બાળકનો શાનદાર વીડિયો વાયરલ

  • સ્કેટિંગ કરતા બાળકનો વીડિયો વાયરલ
  • માત્ર 4 વર્ષનો જ છે આ બાળક
  • લોકોએ કહ્યું-‘કાશ અમે પણ આ ઉંમરે હોત’

હરવું-ફરવું કોને પસંદ ન હોય.લોકો એક થી વધુ ખુબસુરત જગ્યાઓ પર ફરવા અને મોજમસ્તી કરવા જતા હોય છે.ખાસ કરીને બર્ફીલી જગ્યાઓ પર તો ફરવું અને મોજમસ્તી કરવાનો કંઇક અલગ જ આનંદ છે,જે આપણને બીજી કોઈ જગ્યાએ મળતો નથી. બર્ફીલી જગ્યા પર બરફમાં રમવું, સ્કેટિંગ વગેરે સામાન્ય વાત છે.લોકોને મિત્રો કે પરિવાર સાથે આવી જગ્યાઓ પર જવાનું પસંદ હોય છે અને જો પરિવારમાં બાળકો હોય તો તેમની મજા જોતા જ બની જાય છે.

તમને ખબર જ હશે કે બાળકોને રમવાનો કેટલો શોખ હોય છે, પરંતુ શું તમે ક્યારેય નાના બાળકને સ્કેટિંગ કરતા જોયા છે? આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનું બાળક બરફ પર આનંદ સાથે સ્કેટિંગ કરતું જોવા મળે છે.તેની મસ્તી જોઈને તમને તમારું બાળપણ પણ યાદ આવી જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માત્ર 4 વર્ષનો બાળક બરફ પર સ્કેટિંગ કરવાની મજા માણી રહ્યો છે.આટલી નાની ઉંમરે તેનું સંતુલન અદ્ભુત છે.જ્યારે બાળકો ઉબડખાબડ સ્થળોએ ચાલવામાં પણ શરમાતા હોય છે, ત્યારે આવી જગ્યાએ બાળકને સ્કેટિંગ કરતા જોવું ખૂબ જ આશ્ચર્યજનક છે.જોકે,સ્કેટિંગ દરમિયાન બાળક ઘણી વખત પડી જાય છે, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.તે માત્ર મજા-મસ્તી જ જાણે છે.

https://twitter.com/buitengebieden_/status/1491877849900400644?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1491877849900400644%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Flittle-kid-skating-amazing-video-viral-on-social-media-1056683.html

આ વીડિયો ક્યાંનો છે તે ખબર નથી, પરંતુ સ્થળ ગમે તે હોય, તે ખૂબ જ સુંદર છે.વીડિયોમાં સુંદર નજારો જોઈને ચોક્કસથી દરેકને અહીં જવાની ઈચ્છા થશે.આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયો જોયા પછી લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. યુઝર્સે વીડિયોને ખૂબ જ સારો ગણાવ્યો છે.એક યુઝરે લખ્યું કે, ‘કાશ હું ફરીથી એ ઉંમરે હોત’, જ્યારે અન્ય એક યુઝરે એવી જ કોમેન્ટ કરી, ‘કાશ મારો દીકરો ફરીથી એ ઉંમરે હોત! 3-5 વર્ષના બાળકો ખૂબ જ સુંદર અને સ્વીટ હોય છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img