Homeગુજરાતીએપ્રિલમાં રિલીઝ થશે આ ફિલ્મો ,અમિતાભ ,આમિર ,અજય અને ટાઈગરની ફિલ્મ થશે...

એપ્રિલમાં રિલીઝ થશે આ ફિલ્મો ,અમિતાભ ,આમિર ,અજય અને ટાઈગરની ફિલ્મ થશે આમને-સામને

  • એપ્રિલમાં રિલીઝ થશે આ 4 મોટી ફિલ્મો
  • અમિતાભ, આમિર, અજય અને ટાઈગરની ફિલ્મ થશે આમને-સામને
  • દર્શકો માટે એપ્રિલ મહિનો હશે ખાસ

મુંબઈ:કોરોનાની ત્રીજી લહેરમાંથી રાહત મળ્યા બાદ ફરી એકવાર સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે.એપ્રિલ 2022માં બે મોટા ક્લેશ જોવા મળશે.બોલિવૂડના અમિતાભ બચ્ચન-અજય દેવગણ, આમિર ખાન, ટાઈગર શ્રોફ અને યશની ફિલ્મો આમને-સામને જોવા મળશે.તેનાથી ફિલ્મોના બિઝનેસ પર ભારે અસર પડી શકે છે.

જો સ્થિતિ સામાન્ય રહેશે તો આ ચાર ફિલ્મો 14 અને 29 એપ્રિલે રિલીઝ થવાની છે.જો આ ફિલ્મો રિલીઝ થશે તો એપ્રિલમાં બે દિવસની મોટી ક્લેશ જોવા મળશે. આ તમામ ફિલ્મો એવા સુપરસ્ટારની છે જેમની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને યશની ‘KGF 2’ 14 એપ્રિલે રિલીઝ થવાની છે.આમિર અને યશ બંને થિયેટરોમાં સામસામે જોવા મળશે.29 એપ્રિલે અમિતાભ બચ્ચન અને અજય દેવગનની ‘રનવે 34’ અને ટાઈગર શ્રોફની ‘હીરોપંતી 2’ રિલીઝ થવા જઈ રહી છે.

ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની ફિલ્મ ‘હીરોપંતી 2’ની રિલીઝ ડેટ સામે આવી છે. આ પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે,આ મોટી ફિલ્મો ટકરાશે.હવે જોવાનું એ રહે છે કે,મેકર્સ આ ફિલ્મોની રિલીઝ ડેટમાં ફેરફાર કરે છે કે નહીં.

સંબંધિત લેખો

Most Popular