
દેશમાં કોરોનાના 6396 નવા કેસ, એક્ટિવ કેસનો આંકડો 69897
- દેશમાં કોરોનાના કેસ ઓછા થયા
- છેલ્લા 24 કલાકમાં 6396 કેસ
- એક્ટિવ કેસનો આંકડો 69897
દિલ્હી:દેશમાં કોરોનાવાયરસની લહેર હવે ખુબ ધીમી પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 6396 જેટલા નવા કેસ નોંધવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે દેશમાં કોરોનાવાયરસના એક્ટિવ કેસની તો હાલ હવે દેશમાં 69897 જેટલા એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોનાવાયરસ સામે સરકાર દ્વારા મજબૂત લડાઈ આપવામાં આવી છે અને લોકોને વેક્સિન પણ અતિઝડપથી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી 178 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યા છે જેના કારણે જાણકારો કહે છે કે કોરોનાની લહેર રોકવામાં વેક્સિનેશન પ્રક્રિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
દેશમાં હજુ પણ જાણકારો દ્વારા કહેવામાં આવે છે કે દેશમાં કોરોનાવાયરસના કેસ અત્યારે પણ નોંધવામાં તો આવી રહ્યા છે ત્યારે લોકોએ કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહી અને માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ જરૂર કરવો.