Homeગુજરાતીદેશમાં કોરોનાના કેસમાં 25 ટકાનો વધારો નોંધાયો -  છેલ્લા 24 કલાકમાં 3,205...

દેશમાં કોરોનાના કેસમાં 25 ટકાનો વધારો નોંધાયો –  છેલ્લા 24 કલાકમાં 3,205 નવા કેસ સામે આવ્યા

  • દેશમાં 24 કલાકમાં 3,205 કેસ નોંધાયા
  • કોરોનાના કેસમાં ભારે ઉછાળો

દિલ્હીઃ-  દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યારે કોરોનાના દૈનિક કેસો પણ વધી રહ્યા છે.જો કે આવી સ્થિતિમાં દેશમાં નોંધાતા કોરોનાના કેસ વધતા જોવા મળ્યો છે.વિતેલા દિવસને મંગળવારે કોરોનાના 2568 કેસ નોંધાયા હતા ત્યારે હવે આજ આ કેસમાં  ધારો જોવા મળ્યો છે.

જો દેશમાં નોંધાયેલા છેલ્લા 24 કલાકના કેસોની વાત કરીએ તો દેશમાં 3 હજાર 205 નવા કેસો નોંધાયા છે આ સાથે જ હવે એક્ટિવ કેસોની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે.આ નવા નોંધાયેલા કેસોમાં લગભગ 25 ટકાનો વધારો જોવા મળ્યો છે.

દેશમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી છે. વધતા સંક્રમણથી સામાન્ય લોકોની સાથે  દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 19 હજાર 509 થઈ ગઈ છે, જે આવનારા સમયમાં સમસ્યા ઊભી કરી શકે છે

જો કોરોનાથી સાજા થયેલા વલોકોની વાત કરીએ તો આ  છેલ્લા 24 કલાકમાં 2 હજાર 802 લોકોએ કોરોનાને માત આપી છે અને સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 31 લોકોના મોત થયા છે. 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular