
કોરોના મહામારીઃ અત્યાર સુધીમાં 85 કરોડ કોવિડ-19 ટેસ્ટ કરાયાં
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ટેસ્ટીંગ પણ મોટી માત્રામાં કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં 4.50 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં સંમગ્ર દેશમાં કોવિડ-19ના 84.88 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં COVID-19 રસીકરણ કવરેજ 192.97 કરોડને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.34 કરોડથી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું હતુ. હાલ દેશમાં 15814 જેટલા એક્ટિવ કેસ છે.
ભારતનો રિકવરી રેટ 98.75 ઉપર પહોંચ્યો છે. 24 કલાકમાં 2,296 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 4.26 કરોડથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 24 કલોકમાં કોવિડના 4.66 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 84.99 કરોડ કોવિડ-19 ટેસ્ટ કરાયાં છે. દેશમાંથી હજુ સુધી કોરોના ગયો નથી, જેથી સરકાર દ્વારા કોવિડ-19ની રસી લેવાની સાથે માસ્ક સહિતના કોવિડના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશોમાં હવે મંકીપોક્સના કેસ સામે આવી રહ્યાં છે જેથી ખળભળાટ મચી ગયો છે. ભારત સરકારે પણ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને સાબદા રહેવા તાકીદ કરાઈ છે.