
- દેશમાં 24 કલાકમાં 2.64 લાખ કેસ નોંધાયા
- સંક્રમણ 14.67 ટકા નોંધાયો
- દેશ કોરોનાની પહેલી લહેર તરફ આગળ વધી રહ્યો છે
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ ફરી એક વખત કોરોનાની પહેલી તરંગની જેમ સતત કેસ વધતા જ જઈ રહ્યા છે,દેશમાં કોરોનાની ત્રીજી લહેરે જોર પકડ્યું છે, સંક્રમણ દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે ત્યારે છેલ્લા એક જ દિવસમાં અઢી લાખથી વધુ કેસ નોંધાતા ચિંતા વધી છે.
છેલ્લા આઠ દિવસમાં 14.72 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તે જ સમયે, છ દિવસમાં દૈનિક દર્દીઓની સંખ્યા બમણાથી વધુ થઈ ચૂકી છે. સંક્રમણ દર પણ હવે વર્ષ 2020ની પ્રથમ લહેરની ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી ગયો છે. દેશમાં 2 લાખ 64 હજાર 202 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, દિલ્હીમાં 24 હજાર 383 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 34 દર્દીઓના મોત પણ થયા છે.
જો વાત કરવામાં આવે તો આ મહિનાની તો દેશમાં વર્ષના આરંભે 7 જાન્યુઆરીથી દરરોજ એક લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બે દિવસમાં આંકડો પણ 2.50 લાખને પાર કરી ગયો. 7 જાન્યુઆરીએ 1.17 લાખ સંક્રમિત જોવા મળ્યા હતા, પરંતુ 13 જાન્યુઆરીએ 2.47 લાખ કેસ મળી આવ્યા હતા.
હવે કોરોનાનો સંક્રણ દર પણ એક દિવસમાં વધીને 14.78 ટકા થયો છે, જે 15.70 ટકાના પ્રથમ લહેરની સૌથી વધુ નજીક જોઈ શકાય છે. રાહતની વાત એ છે કે એક દિવસમાં 1 લાખ 9 હજાર 345 દર્દીઓ કોરોનામાંથી સાજા પણ થયા છે.
સક્રિય દર્દીઓનો સક્રિય દર 3.48 ટકા સુધી પહોંચી ગયો છે. જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 12 લાખ 72 હજાર 73 થઈ ગઈ છે. રિકવરી રેટ વધીને 95.20 ટકા થઈ ગયો છે. એક અઠવાડિયા પહેલા સુધી, તે 97 ટકાથી વધુ હતું. સાપ્તાહિક સંક્રમણ દર 11.83 ટકા પર પહોંચી ગયો છે.
આ સાથે જ દેશમાં ઓમિક્રોનનો કહેર પમ વર્તાઈ રહ્યો છે, સરકારે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી તરંગની શક્યતાઓ છે. ઓમિક્રોનના દેશમાં હવે 5,753 દર્દીઓ છે. છેલ્લા એક દિવસમાં જ આ કેસોમાં 4.83 ટકાનો વધારો થયો છે.