
અમદવાદમાં કોરોનાની રસીની તૈયારીઓ, ઓનલાઈન થઈ શકશે નોંધણી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને યાદી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં સર્વેની કામગીરી લગભગ પુરી થઈ ગઈ છે. જો કે, અમદાવાદ શહેરમાં કોરોનાની રસી માટેની નોંધણીમાં નામ નોંધાવવાનું રહી ગયું હશે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ લોકો ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આ માટે અમદાવાદ મનપા દ્વારા વેબસીટ ઉપર સર્વે ફોર્મની વ્યવસ્થા પુરી પાડી છે. કોરોનાની વેક્સિન આવશે કે તે સાથે સૂચનાઓ મળતાં જ તેના વિતરણની જવાબદારી પણ સફળતાથી પાર પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાલ રસીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી માટે ટ્રાયલ ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં લોકોને કોરોનાની રસી સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રસી આપવામાં આવશે. આ ઉપરાંત 50 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોની યાદી બનાવવામાં આવી છે. અમદાવાદ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુ ઉંમરના 2.59 લાખ લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે.