Homeગુજરાતીકોરોનાનો વધતો કહેર,હવે આ ક્રિકેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કોરોનાનો વધતો કહેર,હવે આ ક્રિકેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

  • કોરોનાનો વધતો કહેર
  • હરભજન સિંહને થયો કોરોના
  • ઘરમાં થયા કવોરેન્ટાઇન

મુંબઈ:પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે.હરભજને શુક્રવારે કહ્યું કે,તેમણે પોતાને ઘરમાં કવોરેન્ટાઇન કરી લીધો છે.હરભજન સિંહે સોશિયલ મીડિયા પર તેના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે.

હરભજન સિંહે ટ્વિટ કરતા લખ્યું કે, “હું કોરોના પોઝિટિવ જાણવા મળ્યો છું. મને હળવા લક્ષણો છે. હું ખુદ ઘરે ક્વોરેન્ટાઇન થઇ ગયો છું અને જરૂરી તમામ સાવચેતી રાખી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તમામ લોકોને હું જલ્દી ટેસ્ટ કરાવવા અપીલ કરીશ. કૃપા કરીને સુરક્ષિત રહો અને કાળજી લો.”

હરભજન સિંહે ગયા વર્ષે 24 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.નિવૃત્તિ સમયે તેણે કહ્યું હતું કે,તે ભવિષ્યમાં પંજાબની સેવા કરવા માંગે છે. જો કે, તેણે આ સેવા કેવી રીતે કરવા માંગે છે તે અંગે ખુલાસો કર્યો નથી.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular