Homeગુજરાતીક્રિકેટર ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત - પંત ગંભીર રીતે ઘાયલ, કાર...

ક્રિકેટર ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત – પંત ગંભીર રીતે ઘાયલ, કાર બળીને થઈ ખાખ 

  • ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત
  • પત્નિ પણ કારમાં હતી સવારે
  • પંતને થઈ ગંભીર ઈજા
 દિલ્હીઃ- ભારતીય ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઋષભ પંતની કારને દિલ્હીથી રૂરકી સ્થિત તેમના ઘરે આવતા સમયે અકસ્માત નડ્યો હતો. બેકાબૂ ડિવાઈડર સાથે અથડાતા કાર બળીને રાખ થઈ ગઈ હતી.
 ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની કાર દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે એક મોટો અકસ્માત સર્જાયો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. ઋષભને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યો છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img