1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તર ગુજરાતમાં સાયબર ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, ચારની ધરપકડ
ઉત્તર ગુજરાતમાં સાયબર ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, ચારની ધરપકડ

ઉત્તર ગુજરાતમાં સાયબર ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, ચારની ધરપકડ

0
Social Share

ગાંધીનગર: પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી કરી કરોડો રૂપિયાના સાયબર ક્રાઇમ આચરતા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ અને કર્ણાટક જેવા વિવિધ રાજ્યોમાં નાણાકીય ફ્રોડ કરવામાં આવ્યા હતા. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી (કાર્યપ્રણાલી) એવી હતી કે તેઓ પાટણની અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવીને તેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંના ટ્રાન્જેક્શન માટે ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે કરતા હતા. આ ખાતાઓનો ઉપયોગ કરીને ફ્રોડ દ્વારા મેળવેલા કરોડો રૂપિયાને ડાયવર્ટ કરવામાં આવતા હતા. પાટણ સાયબર ક્રાઇમે બેંકો પાસેથી મ્યુલ એકાઉન્ટ્સની માહિતી મેળવીને ઊંડી તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે રૂ. 2.47 કરોડના ફ્રોડના ત્રણ અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

આ કેસમાં પાટણ શહેરના 3 અને બનાસકાંઠાના 1 મળીને કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે જેથી તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓની વિગતો બહાર આવી શકે. સાયબર ક્રાઇમની આ મોટી સફળતાથી ફ્રોડ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code