Site icon Revoi.in

મેરઠમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો ખતરનાક તાંત્રિક, 5 સભ્યોની હત્યા કરી થયો હતો ફરાર

Social Share

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં આજે વહેલી સવારે પોલીસે તાંત્રિક નઈમ બાબાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. નઈમે તેના સાવકા ભાઈ અને તેના પરિવારની ઘાતકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે કટરથી લાશને કાપી નાંખી હતી અને પછી તેને બેડની અંદર પેક કરીને ભાગી ગયો હતો. ડીઆઈજી મેરઠ રેન્જ કલાનિધિ નૈથાનીએ નઈમ પર 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘૃણાસ્પદ હત્યા કરનાર તાંત્રિક નઈમ બાબાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. શનિવારે સવારે 3.45 વાગ્યે લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના સમર ગાર્ડનમાં આ એન્કાઉન્ટર થયું હતું. તમને જણાવી દઈએ કે 9 જાન્યુઆરીએ નઈમે તેના ભાઈ મોઈન, તેની પત્ની અને 3 માસૂમ દીકરીઓની હત્યા કરી નાખી હતી. આ પછી, તેણે તેની ત્રણ પુત્રીઓ અને માતાના મૃતદેહને બેડની અંદર પેક કર્યા અને ભાગી ગયો.

મોઈન તેની પત્ની અને ત્રણ બાળકો સાથે બે મહિના પહેલા જ મેરઠના સુહેલ ગાર્ડનમાં રહેવા આવ્યો હતો. મોઇને ભાડાના મકાનથી થોડે આગળ એક પ્લોટ ખરીદ્યો હતો અને ત્યાં મકાન બનાવી રહ્યો હતો. આ મહિને થોડા દિવસો પહેલા મોઈન, પત્ની અસ્મા અને ત્રણ દીકરીઓની હત્યા કરવામાં આવી હતી. બેડની અંદરથી બાળકો અને અસ્માના મૃતદેહ મળી આવ્યા હતા. મોઈનના હાથ-પગ દોરડા વડે બાંધી દેવામાં આવ્યા હતા અને તેનું ગળું કાપવામાં આવ્યું હતું.

મજીદ પુરા હાપુરના રહેવાસી મોઈનના નાના સાળા અમીર અહેમદે પોલીસને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે પોલીસે મોઈનના ભાઈ તસ્લીમ, નઈમ અને ભાભી નજરાનાની પત્ની અમજદ સહિત અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.