Homeગુજરાતીગુજરાતનખત્રાણા નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, બે ને ઈજા

નખત્રાણા નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, બે ને ઈજા

ભૂજઃ કચ્છમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જિલ્લાના નખત્રાણાના અંગિયા ફાટક પાસે બોલેરો અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકનું મોત હોસ્પિટલમાં થયું હતું. આ ઉપરાંત અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી હતી કે, કચ્છના નખત્રાણા તાલુકાના નાના આંગિયા ગામના ફાટક પાસે ગત રાત્રે ભુજથી આઈનોક્સ કંપનીની બોલેરો જીપ આવી રહી હતી. તે સમયે એક ટ્રેઈલર મીઠુ ભરીને જઈ રહ્યુ હતું. બંને ગાડીઓ વચ્ચે એવી ટક્કર થઈ હતી કે, ટ્રેઈલરના ટક્કરથી જીપનો ખુડદો બોલી ગયો હતો. જીપ પડીકુ વળી ગઈ હતી. જીપમાં આઈનોક્સ કંપનીના પાંચ કર્મચારીઓ સવાર હતા, જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.અને બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધાને વધુ કપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતમાં 60 વર્ષીય ભચેસિંહ ભોમસિંહ સોઢા (રહે. ગાંધીધામ) અને દિનેશ જેઠારામ ગોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અન્ય કર્મચારી વિવેકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય કર્મચારીઓ પિયુષ હિંમતભાઇ ગજેરા (ઉ.વ.22) અને અનિલભાઇ તાપશીભાઇ સીજુ (ઉ.વ.23) હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img