1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં શાહરુખ ખાન બાદ દિપીકા પાદુકોણની એન્ટ્રી, ફિલ્મમાં જોવા મળશે ઝલક
ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં શાહરુખ ખાન બાદ દિપીકા પાદુકોણની એન્ટ્રી, ફિલ્મમાં જોવા મળશે ઝલક

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં શાહરુખ ખાન બાદ દિપીકા પાદુકોણની એન્ટ્રી, ફિલ્મમાં જોવા મળશે ઝલક

0
Social Share
  • ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દિપીકા પાદૂકોણની એન્ટ્રી
  • દિપીકા કેમીયો રોલ કરતી મળશે જોવા

મુંબઈઃ- રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ બ્રહ્માસત્ર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે,ત્યારે આ ફિલ્મને લઈને અનેક અપડેટ્સ આવતી રહેતી હોય છે ત્યારે એક નવી એપડોટ્સ મુજબ આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત, દીપિકા પાદુકોણ પણ  કેમિયો કરી શકે છે અને તેના પાત્ર વિશે એક મોટું અપડેટ  સામે આવ્યું છે, જે જાણીને ચાહકો ઉત્સાહિત થશે તે ચોક્કસ.

પિંકવિલાના રિપોર્ટની જો માનીએ તો , દીપિકા પાદુકોણ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ એક કેમિયો છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ ફિલ્મની સિક્વલમાં જોવા મળશે., ‘ફિલ્મના નિર્માતાઓએ પાર્વતીના રોલ માટે દીપિકા પાદુકોણને પસંદ કરી છે. તે જ સમયે, દીપિકા ફિલ્મ બ્રહ્માસ્ત્રના અંતમાં એક કેમિયો કરતી જોવા મળશે.ત્યાર બાદ ફિલ્મનો બીજો પાર્ટ આગળ વધશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે  બ્રહ્માસ્ત્ર 2 મહાદેવ અને પાર્વતીના પાત્રોની આસપાસ ફરતી જોવા મળશે.  બ્રહ્માસ્ત્રના પહેલા ભાગમાં રણબીર અને આલિયા મુખ્ય લીડમાં છે, જેઓ શિવ અને ઈશાની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મમાં ભારતીય પૌરાણિક કથાઓથી સંબંધિત એક બ્રહ્માંડ બનાવ્યું છે. આ ફિલ્મમાં કંઈક એવું દર્શાવવામાં આવ્યું છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુનની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના ટ્રેલરમાં જે પ્રકારનું VFX બતાવવામાં આવ્યું છે તે આ પહેલા હિન્દી સિનેમામાં જોવા મળ્યું નથી. તે જ સમયે, ફિલ્મને પૌરાણિક કથાઓ સાથે જોડવાથી તે વધુ વિશેષ બને છે.

આ સાથે જ પહેલીવાર રણબીર-આલિયા કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ બધા સિવાય શાહરૂખ ખાન પણ ફિલ્મમાં કેમિયો કરશે. અયાન મુખર્જી છેલ્લા 9 વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code