- આતંકવાદી પાસેથી ભારતીય પાસપોર્ટ મળ્યો
- બોગસ ઓળખકાર્ડ બનાવ્યું હતું
- આતંકવાદી ખોટી ઓળખ ઉભી કરીને કરતો હતો વસવાટ
દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસની ટીમે એક પાકિસ્તાની આતંકવાદીને વિસ્ફોટકો સાથે ઝડપી લીધો હતો. આતંકવાદી પાસેથી ભારતીય પાસપોર્ટ મળી આવતા સ્પેશિયલ ટીમના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. એટલું જ નહીં દિલ્હીમાં આતંકવાદી પોતાની અસલ ઓળખ છુપાવીને ખોટા નામે વસવાટ કરતો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ સેલની ટીમે એક પાકિસ્તાની આતંકવાદીને ઝડપી લીધો હતો. દિલ્હીના લક્ષ્મીનગરમાંથી ઝડપાયેલા પાકિસ્તાની આતંકવાદી પાસેથી વિસ્ફોટક હથિયાર મળી આવ્યા હતા. આ આતંકવાદીનું નામ મહંમદ અશરફ અલી હોવાનું જાણવા મળે છે. આ આતંકવાદી પાકિસ્તાનના પંજાબના નરોવાલનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. આતંકવાદી પાસેથી એકે-47, 50 કારતુસ અને હેન્ડ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ આતંકવાદીથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. એટલું જ નહીં તેની પાસેથી એક બોગસ આઈડી પણ મળી આવ્યું હતું. જેમાં તેનું સરમાનુ દિલ્હીના શાસ્ત્રીનગરનું દર્શાવવામાં આવ્યું હતું. આઈડી ઉપર અલી અહેમદ લખવામાં આવ્યું હતું. આમ આતંકવાદી દિલ્હીમાં પોતાની ઓળખ છુપાવીને ખોટા નામે રહેતો હતો.
દિલ્હી પોલીસની ટીમે આતંકવાદીની ધરપકડ કરીને તેમની પૂછપરછ આરંભી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. એટલું જ નહીં આતંકવાદીના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી. આતંકવાદી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, વિસ્ફોટકો અધિનિયમ, આર્મ્સ એક્ટ અને અન્ય જોગવાઈઓની સંબંધિત જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.