Site icon Revoi.in

અંબાજીમાં આજે વૈશાખી પૂમનના માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉંમટી પડ્યાં

Social Share

અંબાજી, 1 મે 2026: The devotees thronged for darshan, યાત્રાધામ અંબાજીમાં આજે વૈશાખી પૂનમના દિને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. આજે વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મંગળા આરતી પહેલા જ ભાવિકો મંદિરના પરિસરમાં પહોંચી ગયા હતા. અને મંગળા આરતીનો લાભ લઈને ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. પૂનમના દિને માતાજીના દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.

શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે  વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.

મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે શક્તિદ્વાર સુધી લાંબી કતારો લાગી હતી. દર્શન માટે ભક્તોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ ખાસ અવસર નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મંદિરમાં સિદ્ધિ વિનાયકની આરતી બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શિવની આરતી પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

Exit mobile version