Site icon Revoi.in

એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણોના ભાડા મામલે થયેલા આક્ષેપોની તપાસ કરવા CCPAને નિર્દેશ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડુ લેવાના થયેલા આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ – CCPAને નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ વધુમાં જણાવ્યું છે કે, CCPA ને કેબ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ડિલીવરી તેમજ ઓનલાઇન ટિકીટ બુક કરતી એપ જેવા વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકો પાસેથી લેવાતા નાણાંના માળખાની પણ તપાસ કરવાનો નિર્દેશ અપાયો છે.

CCPA ને આ બધી જ બાબતોની સંપૂર્ણ તપાસ કરીને શક્ય એટલા વહેલા પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો આદેશ અપાયો છે. જોષીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ગ્રાહકોના શોષણ સામે કડક પગલાં લેશે.