1. Home
  2. ગુજરાતી
  3. ફેશન દિવા ગર્લ સોનમ કપૂરે વેક્સિન અંગે પૂછ્યો એવો સવાલ કે, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ
ફેશન દિવા ગર્લ સોનમ કપૂરે વેક્સિન અંગે પૂછ્યો એવો સવાલ કે, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ

ફેશન દિવા ગર્લ સોનમ કપૂરે વેક્સિન અંગે પૂછ્યો એવો સવાલ કે, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ

0
Social Share
  • સોનમ કપૂરે કોરોના વેક્સિન મામલે પૂછ્યો સવાલ
  • યૂઝર્સ સોનમને કરી રહ્યા ટ્રોલ
  • સોનમને કહ્યું, શું તમારા ફોનમાં ગૂગલ નથી?

મુંબઈ – બોલિવૂડની ‘ફેશન દિવા’ ગર્લ એક્ટ્રેસ સોનમ કપૂર ફેશનની દૂનિયામાં એક જાણીતુ નામ છે, ક્યારેક તેના કેટલાક સવાલના કારણે તે ટ્રોલ પર થતી આવી છે, સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે તેના ફેન્સ સાથે  અનેક વખત સીધો સંવાદ કરતી પણ જોવા મળી છે

તાજેતરમાં જ, તેની એક પોસ્ટમાં, તેણે કોરોના વેક્સિન અંગે એક સવાલ પૂછ્યો હતો આ સવાલ જો કે સોનમની પરેશાનીનું કારણ બન્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ થકી તે સતત ટ્રોલ થઈ રહી છે.

વાત જાણે એવી છે કે, સોનમ કપૂરે તેના ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને એક સવાલ પૂછ્યો, ‘કોઈ મને જણાવી શકે કે, આપણા ગ્રાન્ટ પેરેન્ટ્સ અને માતા-પિતા ભારતમાં વેક્સિન કઈ રીતે લઈ શકે છે અને તે  ક્યારે ઉપલબ્ધ છે? હું ખૂબ કન્ફ્યૂઝ છું? દરેક લોકો પાસે જુદી જુદી વસ્તુઓ સાંભળવા મળે છે. હું વાસ્તવમાં તેમના માટે આ ઇચ્છું છું. ‘ આ જ વાત સોનમે પોતાના ટ્વિટર પર પણ શેર કરી છે અને તેને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

જાણો યૂઝર્સ એ સોનમના સવાલના શું આપ્યા જવાબ

એક યૂઝર્સ એ લખ્યું,  તમારા ફોનમાં ગૂગલ નથી કે શું.. તો બીજા એક યૂઝર્સ એ જવાબ આપતા કહ્યું કે,પોતાના કોમન સેન્સનો ઉપયોગ કરો અને ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરો, તો કોઈક કે સોનમને કહ્યું કે, સમાચાર જોવાનું રાખો, ન્યૂઝ પેપર વાંચવાનું રાખો, દરેક વખતે સરકારને ગલત સાબિત કરવું ઠીક નથી…..આમ જવાબ આપીને કેટલાક યૂઝર્સે સોનમની બોલતી બંધ કરી દીધી હતી.

સોનમ કપૂરના વર્ક ફ્રન્ટની જો  વાત કરીએ તો દિવા ગર્લે તેની અપકમિંગ ફિલ્મ ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ માત્ર 39 દિવસમાં પુરુ કરી લીધું છે. આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થનાર છે. આ એક્શન-થ્રીલર ફિલ્મનું દિગ્દર્શન શોમ મખીજાએ કર્યું છે. તો ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એકે વર્સીસ એકે’ માં સોનમ કપૂર તેના પિતા અને અભિનેતા અનિલ કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીનો કેમિયો રોલ હતો.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code