Site icon Revoi.in

અમદાવાદના હાટકેશ્વર ક્રોસ રોડ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ડિવાઈડ મુકાયા

Social Share

અમદાવાદ, 30 જુન, 2026 : Dividers installed to solve traffic problems at Hatkeshwar Cross Road શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા માથાના દૂઃખાવારૂપ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોલીસ અધિકારીઓ અને એએમસીના અધિકારીઓ સંયુક્તરીતે નિર્ણય લઈને રોડ સાઈડના ડિવાઈડર પરના કટ્સ બંધ કરીને વાહનોને યોગ્ય અંતરે ડાયવર્ઝન આપવામાં આવે છે. શહેરના દરેક વિસ્તારમાં થોડા-ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. દરમિયાન શહેરના હાટકેશ્વર ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સીટી ઇજનેર સહિતના અધિકારીઓ અને ટ્રાફિક ડીસીપી તેમજ પીઆઇ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને ટેમ્પરરી બેરીકેટ લગાવીને બંધ કરેલા ચાર રસ્તા પર હવે ડિવાઇડર લગાવી સંપૂર્ણ પણે બંધ કરી 100 મીટર યુ ટર્ન આપવામાં આવ્યો છે. યુટર્ન વખતે બીજી તરફથી આવતા વાહનોને તકલીફ ન પડે તે પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવા માટે AMC અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના ચાર રસ્તાઓ પર સતત ટ્રાફિકનું ભારણ રહેતું હોય તો  ક્રોસ રોડ બંધ કરી અને 100 મીટર દૂર યુ ટર્ન આપવામાં આવે છે. જેને પોલીસ દ્વારા કેપ્સુલ ડિઝાઇન કહેવામાં આવે છે. જેનો હાટકેશ્વર ચાર રસ્તા પર પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. 132 ફૂટના રોડ તરફથી આવતાં વાહનો માટે બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું છે, ત્યારે એએમસીના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટીને હિમાંશુ મહેતા સહિતના AMC અધિકારીઓ અને પૂર્વના ટ્રાફિક ડીસીપી નરેશ કણજારીયા તેમજ પી.આઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાટકેશ્વર ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા દૂર કરવા કેપ્સુલ પ્રકારની ડિઝાઇનને સફળ બનાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી.

શહેરના હાટકેશ્વર ચાર રસ્તા પર બેરીકેટિંગ કરવામાં આવ્યા છે. તેના કારણે 132 ફૂટ રીંગ રોડ પર મણીનગર ગુરુજી બ્રિજ તરફથી જે વાહનો આવી રહ્યા છે તેમણે ડાબી તરફ વળી યુટન લઈને અમરાઈવાડી તરફ જવાનું હોય છે, જ્યારે ખોખરા અને સીટીએમ તરફથી આવતા લોકો સીધા જઈ શકે છે. ટેમ્પરરી બેરીકેટિંગ કરવામાં આવ્યું છે પરંતુ હવે તેને પરમેનેન્ટ બંધ કરવામાં આવશે જેના માટે 50 મીટર સુધી વચ્ચે ડિવાઈડર લગાવી દેવામાં આવશે અને યુ ટર્ન આપવામાં આવશે. યોગ્ય રીતે ડિઝાઇન બનાવવા માટે સૂચન આપવામાં આવ્યું છે  ખોખરા અને સીટીએમ તરફ બંને છેડે રોડની પહોળાઈ થોડી રાખવા માટે પણ ટ્રાફિક પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે. જેના કારણે ખોખરા અને સીટીએમ તરફથી આવનારા વાહન ચાલકો યુ ટર્ન લઈને આવનારા વાહન સાથે અકસ્માત ન થાય તેના માટે જણાવ્યું છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં હાજર રહેશે. પરંતુ દિવસ દરમિયાન પોલીસને ત્યાં જરૂર નહીં પડે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version