Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો

Social Share

ન્યૂયોર્કઃ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કર આવતા વર્ષે 20 જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન પર વધારાનો 10 ટકા કર લાદવામાં આવશે.

દરમિયાન, અર્થશાસ્ત્રીઓએ આ કર દેશમાં ફુગાવો વધારી શકે અને આર્થિક પ્રગતિને નુકસાન પહોંચાડી શકે છે તેવી ચેતવણી આપી છે. ટ્રમ્પે પ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે તેઓ યુએસ હિતોના રક્ષણ અને પ્રોત્સાહન માટે ટેરિફનો ઉપયોગ કરશે.