Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પને મળી રાહત, ટેરિફને યથાવત રાખવા ફેડરલ કોર્ટે આપ્યો આદેશ

Social Share

અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. એક દિવસ અગાઉ, અમેરિકાની ટ્રેડ કોર્ટે આ ટેરિફને તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્રની અપીલ પર વિચાર કરવા માટે નીચલી કોર્ટના આદેશ પર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવી રહ્યો છે.

યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે અમેરિકાના વેપાર ભાગીદારો પર લાદવામાં આવેલા ફ્રીડમ ડે ટેરિફ પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને અને લગભગ તમામ દેશોથી આયાત પર ટેરિફ લાદીને પોતાના અધિકારક્ષેત્રનો વિસ્તાર કર્યો છે.

ટ્રેડ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની પેનલે ચુકાદો આપ્યો હતો કે, બંધારણે રાષ્ટ્રપતિને નહીં પણ કોંગ્રેસને કર અને ટેરિફ વસૂલવાની સત્તા આપી છે. આ સાથે ટ્રેડ કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન જોખમોને સંબોધવા માટે બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ કાયદાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ પોતાની સત્તા ઓળંગી છે.

ત્યારે બાદ હવે વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટે કહ્યું કે, તે સરકારની અપીલ પર વિચાર કરવા માટે નીચલી કોર્ટે (ટ્રેડ કોર્ટ) આપેલા ચુકાદાને સ્થગિત કરી રહી છે, અને હવે આ કેસમાં વહીવટી તંત્રને 9 જૂન સુધીમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

Exit mobile version