1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનની સ્થિતિને લીધે આયાત-નિકાસ બંઘ થતાં સુકા મેવાના ભાવમાં થયો વધારો
અફઘાનિસ્તાનની સ્થિતિને લીધે આયાત-નિકાસ બંઘ થતાં સુકા મેવાના ભાવમાં થયો વધારો

અફઘાનિસ્તાનની સ્થિતિને લીધે આયાત-નિકાસ બંઘ થતાં સુકા મેવાના ભાવમાં થયો વધારો

0
Social Share

અમદાવાદઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ હજુપણ આરાજક્તાનો માહોલ છે. મોટાભાગના દેશોએ તો પોતાની રાજદ્વારી કચેરીઓ પણ બંધ કરી દીધી છે. અને વેપાર-વણજ પણ અટકાવી દીધો છે. જેના લીધે અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આયાત કરાતા સુકો મેવો અને હિંગની આયાત પણ અટકી ગઈ છે. પરિણામે, આવનારા તહેવારો અને દિવાળીએ સૂકા મેવા મોંઘા થશે અને તેની પુરવઠાની ખેંચ પણ વધે તેવી શક્યતા વેપારીઓ જોઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેની આયાત-નિકાસ હાલ અટકી પડી છે. અને તે નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવી શક્યતા જણાતી નથી. અફઘાનિસ્તાનમાંથી  ભારતમાં સૂકા અંજીર, જરદાલુ, પિસ્તા, કાચી હિંગ, શાહજીરું, કાગદી બદામ અને કાચી હિંગ આવે છે.’ અફઘાનિસ્તાનનું 70 ટકા અર્થતંત્ર સૂકા મેવાની નિકાસ પર આધારિત છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશતા માલ ઉપર સેસ લેવાનું નક્કી કર્યું છે.  તેમણે વેપાર માટે સામાન્ય વલણ અપનાવ્યું હોવાનો આ નિર્દેશ છે. અફઘાનિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે ત્યારે નિકાસ વેપારને પૂર્વવત્ રાખવો એ તેમની જરૂરિયાત છે. અહીંના આયાતકારોએ વ્યાપારને કહ્યું કે, અફઘાનિસ્તાનનું વેપારી ઍસોસિયેશન તાલિબાનો સાથે નિકાસ ચાલુ રાખવા દેવા બાબત વાટાઘાટ કરી રહ્યું છે પણ પરિસ્થિતિ ભયંકર  છે. ત્યાંના મોટા વેપારીઓ જીવ બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને કામદારો કામે જઈ શક્તા નથી.

સૂત્રોના કહેવા મુજબ તાલિબાનો પણ  નિકાસ વેપાર ખોરવાય તેવું કઈ કરવા માગતા નથી, તાલિબાનો આવકનો તાત્કાલિક સ્રોત મેળવવા માટે નિકાસ ઉપર ટૅક્સ નાખે તેવી શક્યતા છે. અત્યારે ભારતમાં અફઘાનિસ્તાનથી થતી સૂકા મેવાની આયાત ઉપર ડ્યૂટી નથી લાગતી. આ ટૅક્સ આવે તો વેપારીઓની પડતર વધશે. અફઘાનિસ્તાનથી સૂકા મેવાની આયાત દુબઇ અથવા અન્ય દેશ મારફત આવે તેવી પણ શક્યતા છે.

અમદાવાદના ડ્રાયફ્રુટ્સના વેપારીના જણાવ્યા મુજબ  ડ્રાયફ્રૂટ્સની સિઝન સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હોય છે. તહેવારોના સમયે જ અફઘાન કટોકટી આવતા માલ હવે દિવાળી સુધી આવવાની શક્યતા ઓછી છે.’  ભારતમાં આવતા સુકા મેવામાં  અફઘાનિસ્તાનનો હિસ્સો લગભગ 20થી 30 ટકા જેટલો છે. સૂકા અંજીર અને જરદાલુ તો માત્ર અફઘાનિસ્તાનમાંથી આવે છે. ઉપરાંત અફઘાનિસ્તાનમાં હિંગના છોડની કાપણી જૂનથી નવેમ્બર દરમિયાન થતી હોય છે. અત્યારે ત્યાં અરાજકતાને લીધે કામદારો કામે આવી શકતા નથી. વધુમાં જળવાયુ પરિવર્તનને લીધે આ વર્ષે ઉપજ પણ ઓછી છે. હિંગરસ સંવેદનશીલ વસ્તુ હોવાથી તેની આયાત હવાઈ માર્ગે થતી હોય છે અને હાલમાં તે પણ બંધ છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગયા વર્ષે કોરોનાને લીધે દેશમાં હિંગની માગ મંદ રહી હતી. અત્યારે લૉકડાઉનમાં છૂટછાટ થવાથી માગ નીકળી છે. થોડો ઘણો માલબોજ છે. એટલે માગ સંતોષાય છે અને અછત સર્જાઈ નથી. જો આયાત ખોરવાશે તો ભાવ વધશે તે નક્કી છે.  અફઘાનિસ્તાનમાં અંજીર, જરદાલુ અને કાળી દ્રાક્ષનો પાક તૈયાર છે, પણ ભારત સરકાર ત્યાંથી આયાત બાબત શું વલણ અપનાવે તે પણ મહત્ત્વનું છે. અત્યાર સુધી અફઘાનિસ્તાનથી આયાત થતાં સૂકા મેવાનાં બિલો પર અફઘાનિસ્તાનનો સ્ટૅમ્પ લાગતો હતો. હવે તાલિબાનનો સ્ટૅમ્પ લગાવીને બિલ રવાના કરશે. તે જો ભારત નહીં સ્વીકારે તો બજારમાં અછત ઊભી થતાં ભાવ વધવાની શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code