Site icon Revoi.in

ગુજરાતના કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

Social Share

અમદાવાદઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું.

જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતાનો આ ત્રીજો ભૂકંપ છે. 23 ડિસેમ્બરે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ISR અનુસાર, 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

Exit mobile version