Homeગુજરાતીઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે એલન મસ્કની મોટી જાહેરાત

ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે એલન મસ્કની મોટી જાહેરાત

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે, કેટલાક દેશો ઈઝરાયલના સમર્થનમાં આવ્યા છે તો કેટલાક ઈસ્લામીક દેશના સમર્થનમાં આવ્યા છે. આવામાં હવે ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક તેના X હેન્ડલ (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તમામ ટેસ્લા સુપરચાર્જર આગળની સૂચના સુધી ઇઝરાયેલમાં મફત રહેશે.

કંપનીની વેબસાઈટ અનુસાર, ઈઝરાયેલમાં ઓછામાં ઓછા 17 સક્રિય સુપરચાર્જર્સ છે, જે ઉત્તર ઈઝરાયેલથી તેલ અવીવ અને જેરુસલેમથી લેબનીઝ સરહદ નજીક ઈલાઈટ સુધી ફેલાયેલા છે, જે લાલ સમુદ્ર (રેડ સી) પર ઈઝરાયેલના દક્ષિણ છેડે છે.

જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો, ઈઝરાયેલના હુમલા વચ્ચે ગાઝા પટ્ટીના ઘણા વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા છે. કેટલીક જગ્યાએ જનરેટર દ્વારા લાઇટિંગ આપવામાં આવી રહી છે, પરંતુ તે પણ ટૂંક સમયમાં બંધ થઈ જશે. ઈઝરાયેલે ગાઝાનો વીજ પુરવઠો બંધ કરી દીધો છે. તેની સેનાએ ચારે બાજુથી ઘેરી લીધા છે, તેથી બહારથી કોઈ મદદ મળી શકે તેમ નથી. તેના પાવર પ્લાન્ટમાં પણ ઈંધણ ખતમ થઈ ગયું છે.

ગાઝામાં હાજર એક મીડિયા કર્મીએ જણાવ્યું કે ત્યાં કોઈ સુરક્ષિત જગ્યા બાકી નથી. ઈઝરાયેલના બોમ્બ હુમલા બાદ અનેક હોટલો, મીડિયા ઓફિસ અને મંત્રીઓના બંગલા ધ્વસ્ત થઈ ગયા છે. આ હુમલામાં ત્રણ પત્રકારો પણ માર્યા ગયા છે. આ પછી જબરને પણ પોતાના જીવનની ચિંતા છે. ગાઝાના નાગરિક સંરક્ષણ વિભાગે ચેતવણી જાહેર કરી છે કે બોમ્બ વિસ્ફોટોમાં નાશ પામેલી ઈમારતોમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. કારણ કે રાહત અને બચાવ કરી શકે તેવા લોકોની અછત છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મસ્કે ઘણા દેશોમાં લોકોની મદદ માટે સુપરચાર્જર સ્ટેશન ફ્રીમાં બનાવ્યા હતા. ફ્લોરિડામાં આવેલા વાવાઝોડા અને કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગ દરમિયાન તેમના દ્વારા આવી જ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ તેણે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ચાર્જર સ્ટેશનનો મફત ઉપયોગ કરવાની પણ જાહેરાત કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular