Site icon Revoi.in

અમદાવાદમાં ભરઉનાળે AMC દ્વારા 4500 વૃક્ષોનું ટ્રિમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીમાં રોષ

Social Share

અમદાવાદ, 8 મે 2026: AMC trimming trees in the middle of summer ચોમાસાને હજુ દોઢ મહિનાનો સમય બાકી છે. ત્યારે શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં બગીચા ખાતા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ વૃક્ષોનુ  ટ્રિમિંગ કર્યુ છે. હજુ એક હજાર વૃક્ષનુ ટ્રિમિંગ કરવામા આવશે. બગીચા વિભાગ દ્વારા શહેરના સાયન્સ સિટી રોડ ઉપર રાત્રિ દરમિયાન વૃક્ષોનુ હેવી ટ્રિમિંગ કરાતો વિડિયો સોશિયલ મિડીયામા વાઈરલ થતા સ્થાનિક રહીશોમા નારાજગી જોવા મળી રહી છે. ભર ઉનાળે વૃક્ષોનું મોટાપાયે ટ્રિમિંગ હાથ ધરાતા પર્યાવરણવાદીઓ પણ વિરોધ કર્યો છે.

શહેરમાં ભર ઉનાળે શીતળ છાંયો આપતા વૃક્ષોના ટ્રિમિંગથી લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષોનું ટ્રિમિંગ કરીને વૃક્ષોને બોડા કરી દેવાતા સ્થાનિક રહિશો વિરોધ કરી રહ્યા છે. જો કે આ અંગે બગીચા વિભાગના પ્રિન્સિપાલ ડાયરેકટર અમરીશ પટેલના કહેવા મુજબ આમા ખોટુ કશુ નથી.પ્રક્રીયાનો એક ભાગ છે. ગત વર્ષે શહેરમાં નવ હજારથી વધુ વૃક્ષોનુ ટ્રિમિંગ કરાયુ હતુ.

શહેરમાં મિશન મિલીયનના નામે પ્લાન્ટેશન કરવા પાછળ એએમસી દ્વારા દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવે છે.તેમ છતાં રોપવામા આવતા રોપા કે વૃક્ષોની સામે ૪૦ ટકાથી વધુ રોપા કે વૃક્ષો માવજતના અભાવે સુકાઈ જાય છે. હવે શહેરમાં વૃક્ષ ટ્રિમિંગની કામગીરી રાત્રિના સમયે કેમ કરવામા આવી રહી હતી  તે તપાસનો વિષય છે. સાયન્સ સિટી રોડ પરના વૃક્ષો ઘણી ઉંચાઈ સુધી પહોંચ્યા હોવા છતાં અને કોઈ નડતરરૂપ ન હોવા છતાંયે  વૃક્ષોનુ ટ્રિમિંગ કરવામા આવી રહ્યું છે. પર્યાવરણ બચાવવાના બદલે તેનો નાશ કરવામા આવી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષોનુ ટ્રિમિંગ તો કરે છે.પરંતુ આ સાથે અબોલ એવા હજારો પક્ષીઓના માળા એટલે કે તેમનુ ઘર છીનવી લેવાનુ પાપ પણ કરી રહયા હોવાનું સૂર જાગ્યો છે.

Exit mobile version