1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના કણભામાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈઃ ચાર શખસોની ધરપકડ
અમદાવાદના કણભામાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈઃ ચાર શખસોની ધરપકડ

અમદાવાદના કણભામાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈઃ ચાર શખસોની ધરપકડ

0
Social Share

અમદાવાદઃ અસહ્ય મોંઘવારીમાં ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવ આસમાને જતાં હવે ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ પણ વધતું જાય છે. ઘીની જાણિતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર લગાવીને બ્રાન્ડના નામે બનાવટી ઘી વેચવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે  અમૂલ સહિતની મોટી મોટી બ્રાન્ડના નકલી ઘી બનાવવાની ફેક્ટરી કણભા ગામેથી પકડી પાડીને  માતબર જથ્થો કબ્જે  કર્યો હતો. ફેક્ટરીના  ગોડાઉનમાંથી ઝડપાયેલું ઘી જુદી જુદી ચીજોની ભેળસેળ કરી  તૈયાર કરવામાં આવતું હતું અને ત્યારબાદ મોટી મોટી બ્રાન્ડના પેકેજિંગમાં ગોઠવી વેચવામાં આવતું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય પોલીસને નકલી ઘીનો કાળો કારોબાર પકડવામાં મોટી સફળતા મળી છે,  કણભામાંથી પકડાયેલા  આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે ઘી બનાવતા હતા.અમદાવાદની કણભા પોલીસે મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યા છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ પાસે થી ગોડાઉન માંથી 900 લીટર બનાવેલું ઘી પણ કબ્જે કરવા માં આવ્યું છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્ર યાદવ દ્વારા અલગ અલગ ગોડાઉન અને અન્ય જગ્યાઓ પર તપાસ કરીને  ખોટું કોઈ કામ ચાલે છે, કે કેમ તેની સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ડીવાયએસપી કે.ટી કામરીયાના માર્ગદર્શન હેઠળ કણભા પોલીસે તેમના વિસ્તારમાં આવેલા બાકરોલ બુજરંગ નામની સીમમાં આવેલા ગોપાલ ચરણ ઇન્ડસ્ટ્રીયલ હબ રોડ નંબર-1માં આવેલા શેડ નંબર એ-158 વાળા ગોડાઉનમાં દરોડા પાડ્યો હતો. આ જગ્યા ભાડે રાખીને  જુદી જુદી વસ્તુઓની ભેળ સેળ કરીને ડુપ્લીકેટ ઘીના અન્ય વનસ્પતિ ઘી બનાવીને આરોપીઓ વેચાણ કરતા હતા. મહત્વનું છે કે આરોપીઓ બ્રાન્ડેડ ઘીના નામે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખથી વધુનો બનાવટી ઘી સાથે 5 લાખથી વધુ નો મુદ્દામાલ પણ કબ્જે કર્યા છે.    પોલીસે 3 આરોપીઓ ની ધરપકડ કરી છે જેમાં નેમા માળી,કિરણસિંહ સીસોદીયા અને વિક્રમ ચૌહાણ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી આ પ્રકારે ડુપ્લીકેટ ઘી બનાવી ને વેંચી રહ્યા હતા અને ક્યાં ક્યાં વેંચી રહ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code