Site icon Revoi.in

ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતાએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું

Social Share

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાએ બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળથી છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું છે. આ બનાવને પગલે મલાઈકા અરોડાના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દુઃખદ ઘટનાની જાણ થતા મલાઈકા પૂણેથી મુંબઈ જવા રવાના થઈ હતી. ફિલ્મ અભિનેત્રીના પિતાએ કયાં કારણોસર અંતિમ પગલુ ભર્યું તે જાણી શકાયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતાના આપઘાતની જાણ થતા પૂર્વ પતિ અરવાઝ ખાન તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. તેમજ પોલીસ સાથે વાતચીત કરતા કેમેરામાં કેદ થયો હતો. અનિલ અરોડાની આત્મહત્યાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસના મતે અનિલ અરોડાએ ઉમારતના છઠ્ઠા માળેથી કુદીને આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટના સ્થળ પરથી કોઈ સ્યુસાઈડનોટ મળી આવી નથી, જો કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાનું જાણવા મળે છે.

બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાએ આત્મહત્યા કરતા ફિલ્મ જગતમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ અનેક કલાકારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

Exit mobile version