Homeગુજરાતીકપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો...

કપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો…

બેંગ્લોરઃ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચિત્ર-વિચિત્ર વીડિયો અને ફોટો વાયરલ થાય છે. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. ચાર વ્યક્તિઓ દુકાનમાં વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી બાઈક દુકાનમાં ઘુસી ગઈ હતી. જેથી દુકાનમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાઈકની બ્રેક ફેઈલ થઈ જતા આ ઘટના સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સોશિયલ મીડિયામાં તેલંગાણાની એક દુકાનનો વીડિયો વાયરલ થયો હતો. દુકાનમાં ચાર વ્યક્તિઓ વાત કરતા હતા. દરમિયાન અચાનક જ એક ઝડપી મોટરસાઇકલ દુકાનમાં ઘૂસી ગઈ હતી અને દુકાનમાં વાત કરી રહેલા લોકો તરફ સીધી આવી હતી. સદનસીબે ચારેય લોકો સમયસર વાહનની આગળથી દૂર ખસી ગયા હતા. જોકે, ટક્કર બાદ બાઇક સવાર ઉછળીને દુકાનના કાઉન્ટર તરફ પડી ગયો હતો. પરંતુ થોડીક સેકન્ડ પછી તે ઉભો થઈને બહાર નીકળી જાય છે. કાપડાની દુકાનમાં સર્જાયેલા આ વિચીત્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સુર્યા રેડ્ડી નામના યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં શેયર કરાયો હતો. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને પોલીસે બાઈક જપ્ત કર્યું હતું. બાઈકની બ્રેક ફેઈલ થઈ જતા આ બનાવ બન્યો હોવાનું મનાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ વિચિત્ર અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો. તેમજ વીડિયો જોઈને લોકો જુદી-જુદી કોમેન્ટ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular