અમદાવાદ, 11 મે 2026: Fire in medical godown near Jodhpur in Ahmedabad શહેરના જોધપુર વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી એક મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી હતી. મેડિકલ સાધનો અને દવાઓનું ગોડાઉન હોવાના કારણે આગને લીધે ધુમાડો થયો હતો. ધુમાડો બહાર નીકાળવા ફાયર બ્રિગેડે બારીના કાચ તોડવા પડ્યા હતા અને ઉપરની દિવાલ તોડી ધુમાડાને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
શહેરના જોધપુર વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલા એક મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ગોડાઉનમાં દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આગને લીધે ધૂમાડો થયો હતો. આગ લાગવાની જાણ થતા જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 4 ગાડીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી દીધી હતી, ધુમાડો બહાર નીકાળવા ફાયર બ્રિગેડે બારીના કાચ તોડવા પડ્યા હતા અને ઉપરની દિવાલ તોડી ધુમાડાને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આગને લીધે ગોડાઉનમાં રાખવામાં આવેલો દવાનો જથ્થો અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. મેડિકલ ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.

