1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશની ઉન્નતિ માટે સમાજે મતભેદ ભૂલીને એક થવું જરુરીઃ મોહન ભાગવતજી
દેશની ઉન્નતિ માટે સમાજે મતભેદ ભૂલીને એક થવું જરુરીઃ મોહન ભાગવતજી

દેશની ઉન્નતિ માટે સમાજે મતભેદ ભૂલીને એક થવું જરુરીઃ મોહન ભાગવતજી

0
Social Share

અમદાવાદઃ ભારત આર્થિક રીતતે સતત આગળ વધી રહ્યો છે પરંતુ દેશમાંથી ગરીબી હટી નથી, અનેક કામો પૂર્ણ કરતા સમય લાગે છે. દેશની આમે અનેક મુશ્કેલીઓ આવશે અને આપણે તમામ સાથે મળીને તેનો સામનો કરીને આગળ વધી શકીશું, હાલ દેશની પ્રતિષ્ઠામાં વધારો થથયો છે દેશને જી-20નું નેતૃત્વ કરવાનો ચાન્સ મળ્યો છે, દેશની સરહદો બચાવવા આપણા જવાનો દિવસ-રાત જાગી રહ્યાં છે, ત્યારે આપણે દેશને વધારે મજબુત બનાવવા માટે મતભેદ ભૂલીને દેશ હિતમાં એક થવું જરુરી છે. તેમ રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના સરસંઘચાલક મોહન ભાગવતજીએ જણાવ્યું હતું. અમદાવાદમાં લગભગ આઠ વર્ષના લાંબા ગાળા બાદ મોહન ભાગવતે સ્વયં સેવકોને સંબોધન કર્યું હતું.

અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે RSSના સમાજશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો પણ જોડાયાં હતા. આ ઉપરાંત હજારોની સંખ્યામાં સ્વંયસેવકો ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યોને આગળ વધારવાનું લક્ષ્ય રાખવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, 14મી એપ્રિલના રોજ આંબેડકરજીનો જન્મ થયો હતો. બાબા સાહેબ અને ડો. હેગડેવારજીએ સમાજને એક કરવાની દિશામાં કામગીરી કરી હતી. આપણે દેશહિતતમાં મતભેદો ભૂલી એક થવું જરૂરી છે. વિદેશી તાકાતો આપણને નુકસાન ન પહોંચાડે તે માટે આપણે એક થવાનું છે. આંબેડકરજીએ સંવિધાન બનાવવાની સાથે એકતાનું ઉદાહરણ આપ્યું છે. દેશમાં સામાજિક સમરસતા લાવવી જરુરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, વિદેશી આક્રમણકારો અહીંયા આવ્યાં ત્યારે કોઈ પણ વસ્તુઓ તેમને અનુકુળ ન હતી. ભારત સોને કી ચીડિયા કહેવાતો હતો, અનેક પરાક્રમિ મહાપુરુષો હતો પરંતુ એકતા નહીં હોવાથી વિદેશી તત્વોએ તેનો ગેરલાભ ઉઠાવીને સંબંધોમાં તિરાડ ઉભી કરી હતી. ભારત તે સમયે સૌથી સમૃદ્ધ દેશ હોવાથતી આક્રમખોરો અહીં આવ્યાં હતા. અનેક બલિદાન પછી આપણને આઝાદી મળી છે. સ્વતંત્ર બનવા સ્વતંત્ર થયાં છીએ. આજે આઝાદીનો 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે, આ દેશમાં વિદેશી ના જોઈએ. આપણા હાથમાં દેશ જોઈએ કેમ કે, ગુલામીમાં ક્યારેય પણ પોતતાની અભિવ્યક્તિ ન હોઈ શકે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code