Site icon Revoi.in

જુનાગઢમાં વન વિભાગે દામોદર કુંડમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું

Social Share

જુનાગઢ, 4 જુન, 2026 : Forest department rescues giant crocodile from Damodar Kund પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે દરરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન સહિતની ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડતા હોય છે. ત્યારે  દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર જોતા સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં ભગદોડ મચી ગઈ હતી. આ બનાવની વન વિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી. વનવિભાગની ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક કુંડના પાણીમાંથી  વિશાળકાય મગરને સલામત રીતે રેસ્ક્યુ કરીને પાંજરે પુર્યો હતો.

શહેરના ઐતિહાસિક અને ધાર્મિકરીતે મહત્વના ગણાતા દામોદર કુંડમાં નહાવા માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક મહાકાય મગરને જોતા જ તમામ શ્રદ્ધાળુઓ કુંડમાંથી સલામતરીતે બહાર નિકળી ગયા હતા. અને કૂંડમાં મગર હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગના આરએફઓ સહિત ઉચ્ચ અધિકારીઓ રેસ્ક્યુ ટીમ સાથે દોડી આવ્યા હતા. અને મગરને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.

વનવિભાગના ફોરેસ્ટર મકવાણા અને તેમની અનુભવી રેસ્ક્યુ ટીમે દામોદર કુંડ ખાતે પહોંચીને તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગની ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક કુંડના પાણીમાંથી  વિશાળકાય મગરને સલામત રીતે પાંજરે પૂરી લીધો હતો એટલે કે તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. વનવિભાગની આ સરાહનીય અને ત્વરિત કામગીરીના કારણે દામોદર કુંડ ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ પરથી મોટો જાનમાલનો ખતરો કાયમ માટે દૂર થયો છે અને શ્રદ્ધાળુઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.

Exit mobile version