Homeગુજરાતીપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનો માત્ર 9 દિવસમાં જ રાજનીતિથી મોહભંગ થયો,...

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનો માત્ર 9 દિવસમાં જ રાજનીતિથી મોહભંગ થયો, YSRCP રાજીનામું આપ્યું

બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા બાદ સામાજીક સેવાનો નિર્ણય લઈને તાજેતરમાં જ આંધ્રપ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જો કે, રાજકારણમાં પ્રવેશના માત્ર નવ દિવસમાં જ તેમનો રાજનીતિમાંથી ભોગ થયો છે અને રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકારણથી દુર જવાનો નિર્ણય લીધો છે.

અંબાતી રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું હતું. રાયડુએ યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)માંથી રાજીનામું આપ્યું છે. રાયડુ માત્ર 9 દિવસ પહેલા એટલે કે 28મી ડિસેમ્બરે પાર્ટીમાં જોડાયા હતા. જો કે તેમણે રાજકારણને હંમેશ માટે છોડ્યું નથી, પરંતુ તેઓ થોડા સમય માટે જ રાજકારણથી દૂર રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. રાયડુએ ટ્વીટ કર્યું હતું, “સૌને જાણ કરવા માટે છે કે મેં YSRCP પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સમયે આગળની જાહેરાત કરવામાં આવશે.”

રાડુયુ 28 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડી પણ હાજર હતા. રાડુયુએ પાર્ટી છોડવાના નિર્ણય અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવવા પર તેઓ આગળની કાર્યવાહી વિશે જણાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાયડુએ IPL 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 2023 IPLમાં, રાયડુ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, જે ચેમ્પિયન બન્યો હતો. જોકે, અગાઉ 2019માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 55 ODI અને 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય તેણે પોતાની કારકિર્દીમાં 203 IPL મેચ રમી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular