નવી દિલ્હીઃ સીરિયામાં ઉથલપાથલ વચ્ચે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ચાર ભારતીય નાગરિકો દિલ્હી પહોંચી ગયા છે. ભારત સરકારની મદદથી ચારેય નાગરિકો ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ચારેય લોકોએ મદદ માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો.
એક ભારતીય નાગરિકે કહ્યું કે, ઘરે પાછા આવીને ખૂબ જ સારું લાગે છે. ભારતીય દૂતાવાસે તેમને ઘણી મદદ કરી. આ નાગરિકે કહ્યું કે, ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેને સીરિયાથી લેબનાન લઈ ગયા. ત્યાંથી અમને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.