Site icon Revoi.in

ચિત્રકુટમાં પીકઅપ વાહન અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

Social Share

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ચિત્રકુટ જિલ્લામાં પિકઅપ વાહન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી છની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

 ચિત્રકૂટ જિલ્લામાં, એક ડમ્પરે મજૂરોને લઈ જઈ રહેલા પિકઅપ ટ્રકને ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પિકઅપમાં મુસાફરી કરી રહેલી ચાર મહિલાઓના મોત થયા હતા. જ્યારે 12થી વધારે લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘાયલો પૈકી છ વ્યક્તિઓની હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ઘટના ભારતીકુપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બરુઆ ગામ પાસે બની હતી. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પિકઅપ વાહનમાં 20 થી વધુ મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. બધા કામદારો પ્રયાગરાજ મહાકુંભમાં સફાઈ કામ કરવા ગયા હતા. પ્રયાગરાજથી પરત ફરતી વખતે એક મોટો અકસ્માત થયો. માહિતી મળતાં જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.